Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને (૪) શુભ કર્મ પુણ્ય કહેવાય છે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ, આ પ્રમાણે છે—જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે.
(૫) આત્માનું દુર્ગતિમાં પતન થવાના કારણરૂપ અશુભ કર્મ પાપ કહેવાય છે.
(૬) શુભ અને અશુભ કર્મોના આગમનને માર્ગ, ભવભ્રમણના કારણે પ્રાણાતિપાત વિગેરે ક્રિયારૂપ આશ્રવ છે. અર્થાત્ જેનાથી કમ આવે તે આશ્રવ છે.
(૭) આશ્રવનું રોકાઈ જવું તે સંવર તત્ત્વ છે. તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રવેશવા જતાં કર્મ જે આત્મપરિણામ દ્વારા અટકી જાય છે તે ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ વગેરેને સંવર કહે છે. જે આશ્રવના પ્રવાહ દ્વારને રેકી દે છે. હાંકી દે છે. તે સંવર છે. વળી કહ્યું છે કે આશ્રવ સંસારનું કારણ છે તે સંવર મેક્ષનું કારણ છે.
(૮) અગાઉ જે કર્મ કરી ચૂકેલ છે તે કર્મોનું તપ સંયમ વગેરેથી બળી જવું અથવા આંશિક રૂપથી ક્ષય થઈ જવું તેને નિર્જરા કહે છે અથવા પહેલાના કર્મો યથા સમયે પોતાનું ફળ આપીને અથવા તપ વિગેરે દ્વારા નાશ પામે તે નિર્જરા તત્વ કહેવાય છે. અભિપ્રાય એ છે કે પહેલાના બંધાયેલા કર્મોનું તપ ધ્યાન વગેરે દ્વારા એકદેશથી નાશ થવું અર્થાત્ આત્મપ્રદેશથી જુદા પડવું તે નિર્જરા છે.
(૯) કાયમને માટે સધળાં કર્મોનો ક્ષય થઈ જવો તે મોક્ષ છે ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે.
જીવ, અજીવ, બન્ય, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્જરા અને મોક્ષ આ નવ તત્વ છે. ૧
તત્વાર્થનિર્યુક્તિ -–બત્રીસ આગમની ટીકા રમ્યા બાદ મેં સંસારસાગર પાર કરવા ઈચ્છતા તથા. જિનપ્રતિપાદિત તત્વેની જાણકારીના અભિલાષી મુમુક્ષુઓના સ્વાધ્યાય માટે મારી શક્તિ તથા બુદ્ધિ અનુસાર આગમને સાર સંગ્રણ કરીને નવા અધ્યાયમાં તત્વાર્થસૂત્રનું નિર્માણ કર્યું છે. પ્રસ્તુત તત્વાર્થસૂત્રમાં કઈકઈક સ્થળે આગમના શબ્દોને જેમ છે તેમ જ ગ્રહણ કરવામાં આવેલ છે અને ક્યારેક-કયારેક આગમના અર્થનું ટુંકમાં વર્ણન કરેલ છે. આ રીતે આ ગ્રન્થ આહુત આગમને એક સમન્વયાત્મક ગ્રંથ છે. ટુંકમાં રચેલ આ તત્વાર્થસૂત્રના રહસ્યને સ્પષ્ટ કરવા માટે મારી બુદ્ધિ અનુસાર નિયુકિતની રચના કરવામાં આવે છે.
(૧) જીવ (૨) અજીવ (૩) બંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ, આ નવ તત્વ છે. સ્થાનાંગસૂત્રમાં ૬૬૫માં સૂત્રમાં નવમાં સ્થાનમાં કહ્યું છે કે-નવ સભાવરૂપ પદાર્થ અર્થથી તિર્થંકરોએ અને શબ્દથી ગણધરોએ કહ્યા છે. તે આ પ્રમાણે છે-જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિજર બન્ધ અને મેક્ષ.
ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮માં અધ્યયનમાં પણ આજ નવ તને ઉલલેખ કરવામાં આવેલ છે તેમાં પહેલું તત્વ જીવ જે ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાનમય છે જેવી રીતે દીપકના પ્રકાશમાં સંકુચન-વિસ્તરણનો ગુણ છે, તેવી રીતે જીવમાં પણ છે. આ ગુણના કારણે જીવ હાથી અને કીડી-કુંથવા વગેરેના નાના મોટા શરીર અનુસાર સંકુચીત અને વિસ્તૃત થઈ જાય છે. સાંસારિક અવસ્થામાં તે પિતાના વડે ઉપાજીત નામ કમી અનુસાર, ત્રાસ-સ્થાવર, દેવ નારક, એકેન્દ્રિયદ્વિઈન્દ્રિય વગેરે કહેવાય છે. અથવા જીવ ઔપશમિક, ક્ષાપશમિક વગેરે ભાવથી યુક્ત હોય છે. સાકાર ઉપગ (જ્ઞાન) તથા અનાકાર ઉપગ (દર્શન) રૂપ છે. શબ્દ રૂપ વગેરે વિયેના
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧