________________
૧૯૩૯ ના ફાગણ સુદ ૩ ના દિવસે સ્વજનની સમ્મતિપૂર્વક તે પણ દીક્ષિત થયાં.
સંસારી સ્વજનાદિનાં બન્ધને તેડવાં કેટલાં દુષ્કર છે, એ બન્ધનેની પાછળ અનાદિ મેહની વાસનાઓનું કેવું બળ હોય છે અને એક સત્ત્વશાળી આત્મા તેને વિજય કરે છે ત્યારે કેટલાઓને પ્રેરણા મળે છે, વિગેરે ઘણું તાત્વિક રહસ્ય એમાં છૂપાએલું હોય છે એને વિરલા જ સમજી શકે છે, મોટા ભાગને માનવગણ તે સદેવ તેનાથી અજ્ઞાત જ રહે છે. ચુનીલાલભાઈની દીક્ષા વખતે દઢ વિરેાધ કરનારે પણ સ્વજનાદિ વર્ગ પાછળથી ચન્દનબહેનની દીક્ષામાં સાથ આપી શક્યો એ પ્રભાવ પૂ. મુનિ શ્રીસિદ્ધિવિજયજીના દઢ વૈરાગ્યને અને સર્વને હતું એમ અતિશયોક્તિ વિના કહી શકાય, એટલું જ નહિ તે પછી તે કુલીન આત્માઓની કુલીનતા ઝળકી ઉઠી. પુત્રીની દીક્ષા પછી માતા જયકે રહેનને પણ સંસારની અસારતાને
ખ્યાલ આવ્ય, તેઓએ પણ દીક્ષા લીધી અને માતા-પુત્રી સાધ્વીજીવનમાં અનુક્રમે ગુરૂ-શિષ્યા બન્યાં. માતાની દીક્ષા પાછળથી થવા છતાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન તે કાળે વિદ્યમાન પૂ. પં. મહારાજ શ્રીરતનવિજયજી ગણના હાથે વડી દીક્ષા બન્નેની સાથે થઈ, તેમાં માતાનું નામ સાધ્વીજી જયકારશ્રી રાખી ચન્દનબહેન તેમનાં શિષ્યા સાવીજી ચન્દન શ્રી બન્યાં. કેટલાક વખત પછી ચન્દનબહેનના ગૃહસ્થભાઈ પણ પૂ. મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજીના હસ્તે દીક્ષા લઈ તેઓના જ શિષ્ય મુનિ શ્રી પ્રમોદવિજયજી થયા. કેવું સૌભાગ્ય !