________________
૨૦.
મહારાજ. લગ્ન કરતાં માતાપિતાને ક્યાં ખબર હતી કે અમારાં સંતાને ભાવિ અલૌકિક જીવન જીવી અનેકનાં ઉપકારક બનવાનાં છે? લગ્ન થઈ ગયું, પણ ભાવિ જીવનકળાને વિકસાવવામાં સંસારનાં એ બને બન્નેને વિદનભૂત જણાયાં. માતાપિતાની આજ્ઞાને વશ લગ્નનાં બધનથી જોડાવા છતાં એમને એ માર્ગ ન રૂએ અને ભર યુવાવસ્થામાં સંયમ સ્વીકારવાની ભાવનાએ અંકુરિત થઈ
તે કાળે સાધુઓની સંખ્યા અલ્પ હતી, દીક્ષાનાં માન અને મહત્વ અનેરાં હતાં, શ્રીપૂજેની (જતિઓની) સત્તા નીચે દબાએલ સમાજ ચેડા કાળ પૂર્વે જ કંઈક છૂટકારો મેળવી શક્યો હતો અને એ કારણે થડા માત્ર સંવેગી સાધુઓ સમાજમાં આગળ આવી શક્યા હતા.
મનુષ્યને તે કાળે પિતાની જવાબદારીનું–કર્તવ્યપથનું સારું ભાન હતું, એથી મોટે ભાગે જવાબદારીભર્યા જીવનને સ્વીકાર કરતાં પહેલાં સે ગળણે ગળીને પાણી પીવાની જેમ તે બહુ પર્યાલેચન કરતે, પિતાના બળાબળને વિચાર કરી શક્ય જવાબદારીને ઉઠાવતે કારણ કે જવાબદાર જીવન જીવનારાઓને તે કાળે લેકે મહાન માનતા અને એની આજ્ઞાને ઉઠાવવામાં ગૌરવને અનુભવ કરતા. એમ પણ કહી શકાય કે આવી ઉત્તમ પ્રકૃતિને વેગે સમાજ દીક્ષિત થનારને ખૂબ કરી જેતે, વૈરાગ્યની પરીક્ષામાં પાસ થયા પછી તેને સાથ આપતે, દીક્ષા લીધા પછી તેને વિકાસ માટેની સઘળી સગવડ