________________
આત્માઓને ઉચિત લાગે કે ન લાગે તેનું અમારે કંઈ પ્રજન નથી). (૩)
જેણે માતાની જેમ સદેવ વાત્સલ્યથી અમારું લાલન-પાલન કર્યું છે અને સમ્યગુ જ્ઞાન તથા ક્રિયાનું શિક્ષણ આપ્યું છે (મેક્ષમાર્ગ આપ્યો છે) તે પરમેપકારી ગુરૂનું અમે કેટલું વર્ણન કરી શકીએ ? ()
“તે પણ પૂજ્યની સ્તુતિથી ઑતા ગુણી બને છે? એ ન્યાયથી અમારા હિતને માટે અમે જે અનુભવ્યું અને સાંભળ્યું છે તેને (પુનઃ પુનઃ સ્મરણ કરવાના ઉદ્દેશથી) કંઈક માત્ર અહીં લેખ રૂપે એકઠું (સંગ્રહિત) કરીએ છીએ. (૫)
સ્વ. ગુરૂનું શ્રીચદનશ્રીજી. અહીં જે અમારા ગુરૂણીને અંગે લખવાનું છે તેઓનાં દાદી ગુરૂશીજી પૂજ્ય શ્રી ચન્દન શ્રીજી મહારાજ હતાં, ઉત્તમ આત્માઓને ઉત્તમ ગુરુઓને કે સુન્દર વેગ મળે છે તે જાણવા માટે તેઓને અંગે પણ જે અલ્પમાત્ર જાણવામાં આવ્યું છે તે અહીં નોંધી અમે કંઈકે માત્ર કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
અમદાવાદ (રાજનગર)ના રાયપુર વિભાગમાં આકાશેઠના કુવાવાળી પિલ” નામે પ્રસિદ્ધ પિળમાં ધર્મનિષ્ઠ શેઠ વરજીવનદાસ આશારામ નામે ઉત્તમ શ્રાવક રહેતા હતા, તેઓનું કુટુમ્બ “ખરીદીઆ અટકથી આજે પણ પ્રસિદ્ધ છે. તેઓને સુશીલા જયકેરબાઈ નામે ધર્મશીલ પત્ની હતાં. વ્યવહાર કૌશલ્ય, કુલીનતા,