________________
કરી આપતે અને સંયમથી પડી જવા જેવા પ્રસંગને આવવા પણ નહિ દેતે.
એક બાજુ માતાપિતા સંબન્ધીઓને સનેહરાગ, બીજી બાજુ સમાજની આવી સ્થિતિ, ઈત્યાદિ કારણોથી ચુનીલાલ અને ચન્દનબહેનની ભાવનાને પ્રોત્સાહન આપનાર કેઈ ન હતું, આપ મેળે જ એ ભાવનાને પોષી દઢ બનાવવાની હતી, છતાં અને સાત્તિવક આત્માઓ નાહિમ્મત ન થયા, સમયની રાહ જોતા વૈરાગ્યને પિષવા લાગ્યા. પ્રારમ્ભમાં ચન્દનબહેનને વૈરાગ્ય તે દઢ ન હતું, છતાં પતિના વૈરાગ્યે તેઓને બળ આપ્યું. વશ વર્ષ જેવી ઈન્દ્રિઓના ઉન્માદવાળી ઉમ્મરમાં ભેગો ઉપર કાબૂ મેળવી બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યું, પિતાના પતિને એ રીતે અનુકૂળ બનેલાં ચન્દનબહેને ખરેખર! “પિતાના સ્ત્રીધર્મને શોભાવ્યો” એમ કહી શકાય. લગ્ન કરવું કે સામાને પિતાની ઈચ્છાઓને આધીન બનાવ એ દામ્પત્ય જીવનનું લક્ષણ નથી. કિન્તુ પરસ્પર એક બીજાની ઈચ્છાઓને આધીન બની સદાચારે પાળવાપળાવવામાં સહાયક થવું એ જ ખરે દામ્પત્ય ધર્મ છે, એમ સમજતાં ચન્દનબહેન તે પતિની ઈચ્છાને આધીન બની તેમના માર્ગમાં સહાયક થયાં, પણ નેહરાગથી બંધાયેલા સ્વજને એ દીક્ષાની અનુમતિ ન આપી. આખરે ચુનીલાલભાઈ સત્ત્વ કેળવી વિ. સં. ૧૯૩૪ના જેઠ વદી ૨ ના દિવસે દીક્ષિત થયા અને ચન્દનબહેનને એ માર્ગે જવાની સગવડ આપતા ગયા, તે પણ સંબન્ધીઓના નેહથી સંકળાએલાં ચન્દનબહેન પાંચ વર્ષ વધુ ગૃહસ્થજીવનમાં રહ્યાં અને વિ. સં.