Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
• • • • • • • • • • •
નવ દિવસની અત્યુત્તમતા નવપદના આરાધકોને નવીન નથી, પણ આરાધકો આરાધનાને અખંડ આરાધી આરાધ્ય પદ હસ્તગત કરે, અતુલ પરાક્રમથી આગળ વધે, આરાધનાની આડે આવતા અનેક કંટકોને દૂર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે, શ્રીપાળ, મયણા અને શ્રીચંદ્ર કેવળીના જીવનનું અનુકરણ કરે, નવપદની અનિર્વચનીય અલૌકિકતા અવલોકે, જગતમાં ઠામ ઠામ નવપદની આરાધનાનો વિકાસ થાય, વર્ધમાન તપના આરાધકો વિશાળ પ્રદેશમાં વિચરે, તે હેતુથી આ સિદ્ધચક્ર પાક્ષિકની શરૂઆત કરાય છે.
ચક્રવર્તઓ ચક્રરત્નના બળે જગતના સર્વરાજા મહારાજાઓને વશ કરે છે, તેવી રીતે સિદ્ધચક્ર પ્રાપ્ત થયું છે જેને એવા ભવ્યાત્મા જગતની સર્વોત્કૃષ્ટ સંપદાને પામી અખંડ અવ્યાબાધ સુખના ભાગી બને એ અમારું ધ્યેય છે. તે જ ધ્યેયને અનુસરીને શ્રીનવપદ આરાધક સમાજની ભલામણથી અમારી શ્રી સિદ્ધચક્ર પ્રચારક સમિતિએ સિદ્ધચક્ર પાક્ષિક દ્વારાએ તેને લગતા સર્વાગ સાહિત્યનો પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે, અને એ પણ શ્રી સિદ્ધચક્રની અમોઘ આરાધના છે.
આ સમિતિ સિદ્ધચક્રનું સાહિત્ય જોરશોરથી પ્રચાર કરી શકે તે હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક મંડળ પત્રિકાના કાર્યવાહકોએ દોઢ વરસ સુધી શાસનની સેવા કરી અને હવેથી એટલે આ ચાલુ અંકથી સમિતિ સાથે જોડાઈ પોતાની શાસનસેવાની કદર આ પાક્ષિક દ્વારાએ અદા કરવામાં બિલકુલ સંકોચ રાખશે નહીં.
* પાક્ષિકનું પઠન કરનાર વાચક વર્ગને સમિતિની ખાસ વિનંતી છે કે કવર પર સુંદર હૃદયોલ્લાસોત્તેજક આત્મગુણવર્ધક બ્લોક ખાસ શોભા માટે આપ્યો નથી, પણ જે દેખવા માત્રથી સિદ્ધચક્ર પ્રત્યે અપૂર્વભક્તિ જાગે તે સારૂ દાખલ કરેલ છે, આશાતનાના ભયથી અમે પત્ર રૂપે આ પાક્ષિકને પ્રકાશમાં નહીં લાવતા બુક રૂપે બહાર પાડેલ છે. માટે તે બાબત પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
તૈયાર છે
તૈયાર છે
તૈયાર છે પર્વાધિરાજ અષ્ટાન્ડિકા વ્યાખ્યાન.
વિજય લક્ષ્મીસ્રીકૃત
સંશોધક - આગમોદ્ધારક. મળવાનું ઠેકાણું: શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. લાલબાગ ભૂલેશ્વર, મુંબઈ નં. ૪
[ પોષ્ટજ જુદું.
કિંમત ૮-૪-૦ ]