________________
હે વાત્સલ્ય મૂર્તિ - મા-જમદાત્રિ ને વંદન સદા
માતુશ્રી સમરતબહેન ચત્રભુજ નરભેરામ વેકરીવાલા
સાદાઈ ને વળી – સરળતા -સમતાની –સુવાસ ” ભગવાન પણ ભાંખી ગયા હરિ ધમ કરે ત્યાં વાસ ”
જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામુલા ગુણોથી જે એ સંસારના ઘણા કમબંધનના કારણોથી અલિપ્ત રહી અનર્થદંડથી ઉગરી શકે છે. ખરેખર આજના આ યુગમાં અને સંપૂર્ણ સુવિધાઓમાં અલિપ્ત રહેવું એજ એમના જીવનની મહાન વિશેષતા અને નમ્રતા છે. સંતસતીજીઓના સદાના સમાગમથી જેમનામાં શાંતી અને સમતાના સદ્ગુણોનું સિંચન થયેલું છે તેમજ ધર્મ પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની અડગ ભાવના જાગેલી છે. જેના ફલસ્વરૂપે આંજ્ઞાકિત પુત્ર પરિવાર પણ ધમના સુસંસ્કારોથી સુખી અને સમૃધિવાન
છે. આ એમની અંતઃકરણની શુભાશિષ છે.