Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ
શ્રીતાડપત્રની જાતિનાં હોય એમ લાગે છે. ૬૦નાં પાનાં સુંવાળાં અને નરમ છે એથી એની બનાવટ ઉત્તમ શ્રીતાડપત્રમાંથી થયેલી હાય એમ જણુાય છે. વૃ ની પેઠે ॰ પ્રતિમાં કયાંક કયાંક ટિપ્પણા પણ છે અને સુધારેલું પણ છે. વૃ અને ૨૦ અને પ્રતિ તેમના માપ પ્રમાણેની લાકડાની બબ્બે પાડીએથી સુરક્ષિત છે; જો કાઈ અકસ્માત ન નડે. અને ખરાખર વ્યવસ્થાપૂર્વક જાળવવામાં આવે, તે હજી ખીજાં પાંચસે વર્ષ સુધી આ પ્રતિએ ટકી શકે. એમ લાગે છે.
વા૦ પ્રતિ એ ખંડમાં વહેંચાયેલી છે. પહેલા ખંડનાં પાનાં ૧ થી ૨૦૦ સુધી છે અને બીજા ખંડનાં પાનાં ૧ થી ૨૨૫ સુધી છે. ખડતા વિભાગ ગ્રંથકારના કરેલે નહિ પણ લહિયાને કરેલે છે. અમારી પાસે જે આ પુસ્તકમાં તાડપત્રની પ્રતે છે તેમાં માત્ર ખીજો ખંડ જ છે, વાના અને ખંડની લંબાઈ લગભગ ૧૨ આંગળ જેટલી છે અને પહેાળાઈ પણ અનેની લગભગ પાંચ આંગળ જેટલી છે. પહેલા ખંડના પ્રત્યેક પાનમાં ૧૭-૧૭ પંક્તિઓ છે અને પક્તિદીઠ સરેરાશ ૫૫ થી ૬ ૮ સુધી અક્ષરે છે. પાનાંની છેલ્લી છેલ્લી પક્તિમાં મેટામેટા અક્ષરો હોવાથી પંક્તિઓની અક્ષરસંખ્યામાં આવા ભેદ પડેલા છે. લહિયાએ ગ્રંથની શ્લેાકસંખ્યા વધારે બતાવવા ખાતર પક્તિઓના અક્ષરેામાં આવે! ભેદ કરી દે છે. પાનાંની બન્ને બાજુ એક એક તસુ જગ્યા ખાલી રાખવામાં આવી છે: તે ખાલી જગ્યામાં જમણી બાજુ પાનાને! અક્ અને ગ્રંથનું સ ંક્ષિપ્ત નામ મૂકવામાં આવ્યું છે. ડાબી બાજુ માત્ર અકે જ લખેલા છે, જે આજી ગ્રંથનું નામ લખેલું છે ત્યાં પહેલા પાનામાં સુમતિતર્જ પ્રથમ ઉંદ એવું આખું નામ લખેલું છે અને પછીના પાનામાં એ જ નામને ટૂંકાવીને લખેલું છે. કાઈ વાંચનારે બધાં પાનાંમાં સુમત્તિને બદલે સંમતિ સુધારેલું છે. પહેલા ખંડના છેલ્લા પાનાને છેડે ખાસ કાંઈ માહિતી આપેલી નથી. માત્ર ડાબડાનેા અને પ્રતિને! અંક આપેલ છે. તેા પણ પ્રાંત શ્વેતાં એ ત્રણસો ચારસો વર્ષ જેટલી તેા. જાતી હશે જ. આ પ્રતિ કાંઈ
वा० प्रति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org