Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ટીકાથને પરિચય ૧૬૧ અને વલ્લભના મતને અભ્યાસ જૈન આચાર્યોએ કર્યો હોત, તે તેમના ગ્રંથમાં એ મતે નયવાદના નિરૂપણપ્રસંગે સ્થાન પામ્યા વિના કદી જ ન રહેત; એટલું જ નહિ પણ અનેકાંતવાદમાં રહેલી વિશાલ સમન્વયશક્તિ અને જૈન આચાર્યોએ મતમતાંતરેને નયવાદમાં ગોઠવવાની કરેલી પ્રવૃત્તિનો ઈતિહાસ જોતાં એમ કહેવું એ જરાય વધારે પડતું નથી કે, જે જૈન આચાર્યોએ પારસી, ઈસ્લામી, ખ્રિસ્તી ધમને અભ્યાસ કર્યો હત, તે તેમના નયવાદનિરૂપણમાં એ ધર્મોને સમન્વય પણ ક્યારનો ય થઈ ગયો હોત. હવે અહીં પ્રશ્ન એ છે કે, આ જણાવેલ અને કાંતના ઐતિહાસિક વિકાસમાં મૂળ સન્મતિતર્ક અને ટીકાનું સ્થાન શું છે ? પાંચમા સૈકાના મૂળ સન્મતિમાં૧૬૩ ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ દર્શનને જ સ્પષ્ટપણે સમન્વય છે, ત્યારે દશમા, અગિયારમા સૈકાની તેની ટીકામાં એ ચારે દર્શને ઉપરાંત પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, શબ્દાત અને માધ્યમિક આદિ ચારે જુદી જુદી શાખાઓનાં મંતવ્યોને વિસ્તારપૂર્વક સમન્વય થયેલ છે.
સરખામણું 1. અત્યારે સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે, અનેકાંતદષ્ટિ એ જેનદર્શનનું જ એક તત્ત્વ છે અને તે માત્ર જૈન સાહિત્યમાં જ ખેડાયેલ છે. આ માન્યતા કેટલી નિરાધાર છે એ જણાવવા જનેતર દર્શનમાં મળી આવતા અનેકાંતગામિવાદ સાથે જેન અનેકાંતવાદની સરખામણી કરવી આવશ્યક છે. જો કે સામાન્ય રીતે કેઈ પણ જેનેતર દર્શનમાં એક અથવા બીજી રીતે અનેકાંદષ્ટિ સાથે બરાબર બંધ બેસે એવા વિચારો મળી જ આવે છે, અને જેના અનેકાંતવાદના વિકાસની અસરને લીધે નિંબાકી, રામાનુજ અને વલ્લભનાં દર્શનમાં તેવા વિચારે વિશેષતઃ મળી આવે છે; છતાં અહીં તો બૌદ્ધ, સાંખ્ય યોગ, અને પૂર્વમીમાંસકદર્શન સાથે જ કંઈક સરખામણી કરવા ધારી છે.
૩ ગાથા ૪૮ થી ૫૧.
૧૬૩. કા સ–૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org