Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૩૦૨
સન્મતિ પ્રકરણ જ સમયે રૂપઆદિ અનેક પર્યાયે પણ તરતમભાવે પરિણમન પામતા હેય છે, તે જ સમયે ભાવિ ગતિને અનુકૂળ એવા કર્મબંધ કર્મોદય આદિ પર્યાયે પણ થતા હોય છે, તે જ સમયે લેવાતા અનંતાનંત પરમાણુઓના નવ નવ સંયેગો ઉત્પન્ન થતા હોય છે અને છૂટા પડતા પૂર્વસંયુક્ત પરમાણુઓના વિભાગ થતા હોય છે, તે જ વખતે તરતમભાવથી વિવિધ વિષયક જ્ઞાન આદિ પર્યાને અને સ્વપરજ્ઞાનવિષયત્વ
૫ આદિ પર્યાને આવિર્ભાવ થતું હોય છે. આ અને આના જેવા બીજા અનંત સહવતી નવીન પર્યાના ઉત્પાદે, પૂર્વ પર્યાના વિનાશે અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ એ બધું એક જ સમયમાં સંભવતું હોઈ એક સંસારી જેવદ્રવ્ય કેઈ પણ એક જ જન્મઆદિના સમયમાં અનંત ઉત્પાદ, વિનાશ તથા સ્થિતિયુક્ત ઘટી શકે છે. [૩૮-૪૨]
શ્રદ્ધાપ્રધાન અને બુદ્ધિપ્રધાન આગમનું પૃથક્કરણदुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ।। ४३ ।। भविओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्स ॥४४ ।। जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥४५॥
ધમ-વસ્તપ્રતિપાદક જે આગમ, તે અહેતુવાદ અને હેતુવાદ એમ બે પ્રકાર છે. તેમાંથી અહેતુવાદ છે તેને વિષય ભવ્ય અભવ્ય આદિ પદાર્થો છે. [૩]
ભવ્ય એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિવાળે થઈ અવશ્ય દુઃખને અત કરનાર થાય છે; તે હેતુ વાનું લક્ષણ છે. [૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org