Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૩૦૦
સન્મતિ પ્રકરણ બનતું. ઘટ જેવું એક દ્રવ્ય ફૂટવાથી જે કટકાઓ દેખાય છે, તે તેમને મતે ઘટના વિભાગમાંથી સીધાં ઉત્પન્ન થયેલ નવાં દ્રવ્યો નથી પણ મૂળ આરંભક પરમાણુઓના વિભાગ દ્વારા ધણુક આદિના નાશને ક્રમે ઘટને નાશ થઈ શેષ રહેલ પરમાણુઓ ઉપરથી ફરી ઠયણુક આદિની સૃષ્ટિ દ્વારા અનુક્રમે સંગથી બનેલા એ કડકાઓ છે. આ મતને નિરાસ કરતાં ગ્રંથકાર એ મતવાદીઓને ઉત્પત્તિના સ્વપથી અનભિજ્ઞ કહી પિતાનો પક્ષ સ્થાપિત કરવા માટે કહે છે કે –
જેમ અવયવોના સંગથી કાર્યક્રવ્યને આરંભ દેખાય છે, તેમ કાચંદ્રવ્યમાંથી અવયવો છૂટાં પડવાને લીધે પણ નવું દ્રવ્ય બને છે. અર્થાત અવયવોના સંગની પકે વિભાગમાંથી પણ કાર્યક્રવ્યને આરંભ અનુભવસિદ્ધ છે. તે પછી માત્ર સંયોગજન્ય દાદ માનવાને શે અર્થ ? બે પરમાણુઓના સંગથી આરંભાયેલ દ્રવ્યમાં “આ દૂષણક થયું ” એ પ્રકારનો વ્યવહાર જેમ થાય છે, અગર અનેક દ્વતણુકના સંગથી આરંભાયેલ દ્રવ્યમાં “આ ચણક ઉત્પન્ન થયું” એ પ્રકારના
વ્યવહાર જેમ થાય છે, તેમ ચણુક કે બીજા કોઈ મોટા દ્રવ્યસ્કંધમાંથી વિભાગ પામેલા – છૂટા પડેલા નાના ખંડોમાં પણ “આ અણુ થયા,
એવો વ્યવહાર થાય છે જ. તેથી સોગ અને વિભાગ ઉભયજન્ય દત્પત્તિ માનવી એ જ યુક્ત છે.
કદાચ પૂર્વપક્ષી એવી દલીલ કરે કે, ઘણા તંતુઓમાં દશાવિશેષ એક કપડું છે એવી એકાકાર પ્રતીતિ અને એક કપડાશબ્દ પ્રયોગ દેખાય છે, તેથી અનેક અવયવોના સંગથી એક દ્રવ્યની ઉત્પત્તિ માનવાને ટેકે મળે છે; એ ટેકે વિભાગથી કત્પત્તિ માનવામાં
ક્યાં છે ? તે તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, વિભાગજન્ય દ્રવ્યોત્પત્તિ માનવામાં પણ એવો ટકે છે જ, કારણ કે કોઈ એક સ્કંધદ્રવ્ય તૂટતાં તેના વિભાગમાંથી અનેક દ્રવ્યને ઉત્પાત પણ તાતિ અને વ્યવહારસિદ્ધ છે; એક ઘટ ફૂટતાં ઘણું કકડાની ઉત્પત્તિ ભેદપ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org