Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પર આપ
કોઈ પણ એક કવ્યા
પર્વત ઉભાવી અને
તૃતીય કાંડ : ૩૮૪૨
૩૦૧ અને ભેદવ્યવહારથી સિદ્ધ જ છે, તેથી દ્રવ્યસ્પત્તિને સંયોગજન્ય કે વિભાગજન્ય માનવામાં સરખી જ દલીલ છે.
કઈ પણ એક દ્રવ્યમાં દર સમયે એક ઉત્પાદ, એક નાશ અને એક સ્થિતિ સંભવતાં હોવાથી અનંતકાળના અનંત સમયે લઈ વિચારતાં તેમાં અનંત ઉત્પાદ, અનંત નાશ અને અનંત સ્થિતિઓ ઘટી શકે ખરી; પણ એક જ સમયમાં તેમાં અનંત ઉત્પાદ આદિ માનવામાં આવે છે તે કેવી રીતે ઘટે? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એક સમયમાં પણ એક દ્રવ્યમાં અનંત ઉત્પાદ આદિ ઘટે જ છે. કારણ કે કઈ પણ એક દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમે છે ત્યારે એક જ સાથે પૂર્વવત અનંત પર્યાયના અનંત નાશે અને ઉત્તરવતી અનંત પર્યાયના અનંત ઉત્પાદે તેમાં હોય છે જ, એ જ રીતે તે તે વિશેષ
પે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિર હોઈ અનંત સ્થિતિએ પણ ધારણ કરે છે જ. તેથી એક જ સમયમાં એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ ત્રણે અનંત હવામાં કશું જ બાધ નથી. આ મુદ્દો એક છવદ્રવ્ય લઈ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
સંસારી જવ એટલે દેહધારી, ચેતન. એના પર્યાય એટલે કેવલપુદ્ગલાશ્રિત કે કેવલચેતનાશ્રિત પર્યાયે નહિ પણ યથાસંભવ ઉભયાશ્રિત સમજવાના છે. મન વચન અને કાય આદિપ વિવિધ પરિણતિ પૌલિક હોવા છતાં તે કાષાયિક પરિણામ અને વીર્યવિશેષના દૂર કે નજીકના સંબંધ વિના સંભવતી ન હોવાથી, ચેતનાશ્રિત પણ છે. એ જ રીતે જ્ઞાન અને વીર્યવિશેષ આદિ પરિણતિ ચેતનાશ્રિત હોવા છતાં કર્મયુગલસાપેક્ષ હોઈ પગલાશ્રિત પણ છે જ. એક સંસારી જવદ્રવ્યમાં જે સમયે સૂક્ષ્મ કે સ્થૂળ દેહરૂપે પુગલ પરિણમે છે, તે જ સમયે મનોવણાના પુગલે મનરૂપે અને વચનવર્ગણાના પુત્ર વચન
પે પરિણમે છે, તે જ સમયે શરીર અને આત્માના પારસ્પરિક સંબંધથી અસંખ્ય આત્મપ્રદેશમાં કાયિક આદિ ક્રિયાઓ થાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org