Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
વતીય કાંડઃ ૫૫
૩૧૫ હાઈ વિનાશી છે તે ક્ષણિકાત્મવાદ, ૩. એમ માનવું કે આત્મા છે તે નિત્ય પણ તે ફૂટસ્થ હોઈ કશું કર્તવ નથી ધરાવતા તે અકર્તવવાદ ૪. એમ માનવું કે આત્મા કાંઈક કરે છે ખરો પણ તે ક્ષણિક હેઈ અગર નિલેપ હોઈ કાંઈ વિપાક અનુભવ નથી તે અતૃત્વવાદ; ૫. એમ માનવું કે આત્મા હંમેશાં જ કર્તા અને ભક્તા રહેતા હોવાથી તેના સ્વરૂપની પેઠે રાગ દ્વેષ આદિ દેને અંત જ નથી આવતે તે અનિર્વાણુવાદ; ૬. એમ માનવું કે સ્વભાવથી આત્મા કયારેક મેક્ષ પામે છે પણ તેને મેળવવાને બીજે કશે જ ઉપાય નથી તે અનુપાયવાદ.
આ છમાંથી કોઈ પણ એક વાદને આગ્રહ બંધાઈ જાય, તે કાં તે આધ્યાત્મિક સાધનમાં પ્રવૃત્તિ જ ન થાય અને તે તે વિશેષ આગળ ન ચાલે અને છેવટ સુધી તે ટકે જ નહિ; તેથી એના સ્થાનમાં અનુક્રમે નીચેના આગ્રહ આવશ્યક છે: ૧. આત્મા છે એમ માનવું; ૨. તે છે એટલું જ નહિ પરંતુ અવિનાશી છે એમ માનવું; ૩. તે માત્ર અવિનાશી જ નહિ પણ કવશકિત ધરાવે છે એમ માનવું; ૪. તે જેમ કત્વ શકિત ધરાવે છે તેમ ભકતૃત્વશકિત પણ તેમાં છે એમ માનવું; ૫. કતૃત્વ અને ભકતૃત્વ શક્તિ હોવા છતાં કયારેક પ્રવૃત્તિના પ્રેરક રાગ દ્વેષ આદિ દોષોને અંત શક્ય છે એમ માનવું; અને ૬. તે અંતને ઉપાય છે અને તે આચરી શકાય એવો છે એમ માનવું. આ છયે આગ્રહો સાંધકને શ્રદ્ધા અર્પે તે દ્વારા સાધનામાં આગળ વધવા પ્રેરે છે, તેથી તે સમ્યફ છે. [૫૪-૫૫].
વાદમાં અનેકાંતદષ્ટિના અભાવે આવતા દે– साहम्मउ व्व अत्थं साहेज्ज परो विहम्मओ वा वि। अण्णोण्णं पडिकुट्ठा दोण्णवि एए असव्वाया ॥ ५६ ॥ दव्वट्ठियवत्तव्वं सामण्णं पज्जवस्स य विसेसो । एए समोवणीआ विभज्जवायं विसेसेंति ॥ ५७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org