Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ ન જ સંભવે; અને એના વિના આત્મશુદ્ધિ પણ અટકે. તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે જરૂર છે કે તેણે તત્વચિંતન કદી ન છોડવું. - જે સ્વતંત્રપણે તત્વચિંતન કરવા અસમર્થ હોય, તેણે પણ છેવટે યોગ્ય ગુરુ વગેરેને આશ્રય લઈ તત્ત્વચિંતનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું એ જ વ્રત-નિયમને સફળ બનાવવાને રાજમાર્ગ છે. [૬૭]
એકલા જ્ઞાન અને એકલી ક્રિયાના અનુપયોગીપણાનું કથન– णाणं किरियारहियं किरियामत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।। ६८ ।।
ક્રિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય ક્રિયા એ બને એકાંતે હોઈ, જન્મમૃત્યુના દુઃખથી નિભયપણું આપવા અસમર્થ છે. ૬િ૮].
પાક્ષી ગાથામાં ક્રિયા સાથે જ્ઞાનનું આવશ્યકપણું બતાવ્યું છે. અહીં એ બન્નેને સમન્વય સાધવા અનેકાંતદષ્ટિને ઉપયોગ કરવાની સૂચના છે.
આત્માની શક્તિઓને એકસરખો વિકાસ સાધ્યા સિવાય કંઈ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વાય. એ બને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજને વિકાસ અધૂરો જ રહી જાય છે. તેથી બને શક્તિઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. સૂઝ ન હોય તો જીવન યોગ્ય રીતે ઘડાય કેમ? અને સૂઝ હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તે તેથી જીવનને શું લાભ? એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને એકાંતો અર્થાત જીવનના છૂટા છુટા છેડાઓ છે. એ બને છેડાએ ગ્ય રીતે ગોઠવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org