Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૩૯
તૃતીય કાંડ ૧૩ અભ્યાસ કરી પિતાને સૂત્રધર મનાવી તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે, તેમાં અનેકાંતદષ્ટિયોગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે; સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા નથી આવતી. એટલે તેઓ ચેડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પિતાની બડાઈ હાંકતાં છેવટે અનેકાંતદષ્ટિને નાશ જ કરે છે. [૬૧-૬૨]
શાસ્ત્રપ્રપણાના અધિકારી થવા માટે આવશ્યક ગુણ ण हु सासणभत्तीमत्तएण सिद्धंतजाणओ होइ । ण वि जाणओ वि णियमा पण्णवणाणिच्छिओ णामं ॥ ६३॥
માત્ર આગમની ભક્તિથી કઈ સિદ્ધાંતને જ્ઞાતા નથી થતું તેમ જ તેને જ્ઞાતા પણ કાંઈ નિયમથી પ્રરૂપણાને યોગ્ય નથી. બનતો. [૬૩] .
કાઈ માત્ર શાસ્ત્રભક્તિથી પ્રેરાઈ તેની પ્રપણાને અધિકાર પિતામાં માને છે; અને કેઈથેડું જ્ઞાન થયું એટલે તેને અધિકાર પિતામાં માને છે. તે બન્નેને લક્ષી ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રની યથાવત્ પ્રપણાને અધિકાર મેળવવા માટે તેનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ માત્ર શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડા ઘણું જ્ઞાનથી સિદ્ધ નથી થતું; કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રપણું કરવાની લાયકાત નથી ધરાવતા. એવી લાયકાત શાસ્ત્રોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ અનેકાંતદષ્ટિને સ્પર્શનારા હોય છે. [૬૩]
તના પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન માટે શું કરવું તેનું કથનसुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहणलीणा दुरभिगम्मा ।। ६४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org