Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડઃ ૪૩૫ એમ અનુમાન કરવું કે, આ જીવ સમ્યગ્દર્શન આદિ ગુણવા હેઈ ભવ્ય છે, અને તે કયારેક ખાતરીથી સંસારને અંત કરશે; તે હેતુવાદ છે. એ જ રીતે જ્યાં જીવનું લક્ષણ ન દેખાય ત્યાં અછવપણાનું અનુમાન કરી તે પુદ્ગલ આદિ પદાર્થોને અજીવ માનવા, તે હેતુવાદની મર્યાદા છે.
અહેતુવાદ અને હેતુવાદની વિષયમર્યાદા જાણી લઈ, જે હેતુવાદના વિષયમાં જ હેતુ તર્ક કે યુક્તિને પ્રવેગ કરે, અને આગમના વિષયમાં માત્ર આગમને આધાર લે પણ તેમાં હેતુનો પ્રયોગ ન કરે, તે જ વક્તા જૈન સિદ્ધાંતની પ્રરૂપણાને અધિકારી છે અને તે જ નવચનને આરાધક છે. તેથી ઊલટું, જે વક્તા અહેતુવાદના વિષયમાં હેતુને પ્રયોગ કરે, અને હેતુવાદના વિષયમાં માત્ર આગમ ઉપર આધાર રાખે, તે અનેકાંતશાસ્ત્રની પ્રરૂપણાને અધિકારી ન હોઈ, તેની પ્રરૂપણ કરવા જતાં તે તેનો વિરોધક બને છે એમ સમજવું. દાખલા તરીકે વ અજવા આદિ નવ માં જીવતત્ત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે પણ તેના સ્વલ્પ અને પ્રકારની બાબતમાં સર્વત્ર યુક્તિવાદ ન ચાલી શકે. જીવન અસંખ્યાત પ્રદેશો છે, તે પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ છે, કમ અને જીવને સંબંધ અનાદિ છે, અનંત નેગેદિક છો એક જ શરીરમાં રહે છે, વગેરે બાબતે કેવળ આગમવાદ ઉપર જે અવલંબિત છે. એ જ રીતે અજીવ તત્ત્વની બાબતમાં ધર્મારિતકાય આદિનું અસ્તિત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે છતાં તેનું સ્વરૂપ તે છેવટે આગમવાદ ઉપર જ અવલંબિત છે. અસવ આદિ તોમાં પણ અમુક અંશ યુક્તિસાય હેય છતાં બીજે કેટલોક ભાગ આગમવાદને જ વિષય હોય છે, તેથી એ બને વાદળી વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્ત્વનું નિરૂપણ કરવામાં તે તે વાદને આશ્રય કરવામાં આવે, તે જ શ્રેતાઓને જન પ્રવચન ઉપર આદરશીલ કરી શકાય; નહિ તો ઊલટા તેઓ અસંભવ અસંગતિ આદિ દોષે જોઈ શાસ્ત્ર ઉપરની આસ્થા ગુમાવી બેસે. [૪૩-૪૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org