Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડઃ ૪૩૫
૩૭ જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે, તે સ્વસમય – સિદ્ધાંતને પ્રપક – આરાધક છે અને બીજે સિદ્ધાંતને વિરાધક છે. [૪૫]
મનુષ્યના સ્વભાવમાં શ્રદ્ધા અને બુદ્ધિ એ બને ત છે, પણ કઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે તે કઈમાં બુદ્ધિ. વ્યક્તિની પેઠે સમૂહમાં પણ કયારેક શ્રદ્ધાના તે કયારેક બુદ્ધિના ઉકેકને યુગ આવે છે. શ્રદ્ધાયુગના માણસો બુદ્ધિ અને તર્કની સામે થઈ તેની પ્રવૃત્તિને વિરોધ કરે છે; અને બુદ્ધિયુગનાં માણસો શ્રદ્ધાની પ્રવૃત્તિને વિરોધ કરે છે. આ પ્રમાણે શ્રદ્ધા અને બુદ્ધિનું ચક્ર ઉપર નીચે થયા કરે છે.
માત્ર શ્રદ્ધાળી થવું કે માત્ર બુદ્ધિજીવી થવું એ બને એકાંતના પરસ્પર વિરોધી એવા અપૂર્ણ છેડાઓ છે. માત્ર બુદ્ધિજીવી થવામાં અપૂર્ણતામાં પૂર્ણતા માની લેવાનું અગર તે પિતાનાથી ચડિયાતી શક્તિને ઇન્કાર કરવાનું અભિમાન આવતું હોવાથી ઘણું સાચી બાબતે છૂટી જવાને દોષ ખુલે છે; અને માત્ર શ્રદ્ધાજવી થવામાં તદ્દન પરાશ્રયીપણું તેમ જ પિતાનાથી સાધી શકાય તેટલા બુદ્ધિવિકાસને પણ નાશ સંભવ હોવાથી તેમાં અસત્ય વસ્તુઓના સ્વીકારને દોષ ખુલ્લો છે. આમ હોવાથી સત્યનું સમતોલપણું સાચવવા ગ્રંથકાર અનેકાંતદષ્ટિને આશ્રય લઈ શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેને આદર કરે છે. અને આપણું જેવા સાધારણ મનુષ્ય માટે શ્રદ્ધાનું ક્ષેત્ર કયું અને બુદ્ધિનું ક્ષેત્ર કયું, એ પૃથકકરણપૂર્વક બતાવી, શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેના વાસ્તવિક ઉપગને માર્ગ દર્શાવે છે, અને તેમ કરી શ્રદ્ધાયુગ અને બુદ્ધિયુગના વિરોધને ટાળી, બન્ને યુગને જીવનમાં સમન્વય કરવાનું સૂચવે છે.
ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં કેટલેક ભાગ અહેતુવાદ છે, તે બીજે કેટલેક ભાગ હેતુવાદ છે. જે વિષયોમાં આપણુ જેવા સાધારણ મનુબેના પ્રત્યક્ષ કે અનુમાન જ્ઞાનને અવકાશ જ નથી અને જે માત્ર આગમકથિત હોઈ આગમ ઉપર વિશ્વાસ કેળવીને જ માનવા યોગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org