Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડઃ ૩૮ર એક સમયમાં એક દ્રવ્યમાં બહુ પણ ઉત્પાદ હેાય છે. વિનાશે પણ ઉત્પાદ જેટલા જ હોય છે અને સ્થિતિઓ તેટલી જ સામાન્યરૂપે નિયત છે. [૧]
શરીર, મન, વચન, ક્રિયા, જપ આદિ અને ગતિના વિશેષથી તેમ જ સરગવિભાગથી અને જ્ઞાનના વિષયત્વથી દ્રવ્યને ઉત્પાદ છે. [૨]
જન્ય દ્રવ્યની ઉત્પત્તિની બાબતમાં પરિણામવાદ, સમૂહવાદ અને આરંભવાદ એવી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ છે. સાંખ્ય આદિ પરિણામવાદી છે, કારણ કે તેઓ કાર્યક્રવ્યને કારણને માત્ર પરિણામ એટલે માત્ર રૂપાન્તર માને છે. બૌદ્ધ આદિ સમૂહવાદી છે, કારણ કે તેઓ સ્થૂળ દેખાતા દ્રવ્યને સૂક્ષ્મ અવયનો સમૂહ માત્ર માને છે. તેઓ નથી માનતા અવયવદ્રવ્યનું કઈ પાન્તર કે નથી માનતા તે ઉપરથી અપૂર્વ અવયવી દ્રવ્યની ઉત્પત્તિ. વૈશેષિક આદિ આરંભવાદી કહેવાય છે, કારણ કે તેઓ કાયદ્રવ્યને કારણને માત્ર પરિણામ કે માત્ર સમૂહ ન માનતાં કારણો ઉપરથી બનેલ એક અપૂર્વ અવયવી દ્રવ્ય જ માને છે. જેના દર્શન ઉક્ત ત્રણે પક્ષેને પિતાની વિશિષ્ટ રીતે સ્વીકારે છે તેમ છતાં તેને વૈશેષિક આદિના આરંભવાદ સામે કાંઈક કહેવાનું છે અને તે જ આ સ્થળે ગ્રંથકારે બતાવ્યું છે. •
આરંભ એટલે અપૂર્વ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ. આવી ઉત્પત્તિ વૈશેષિક આદિ દશમાં સંગજનિત જ માનવામાં આવે છે. તેઓ કહે છે કે, જ્યારે કેઈ નાનું કે મેટું દ્રવ્ય નવું બને છે, ત્યારે તે અનેક અવયભૂત દ્રવ્યના સાગથી જ બને છે અને વિભાગથી કઈ દ્રવ્ય નથી
૧. જન દર્શન જન્ય દ્રવ્યને સ્કંધ એવા ખાસ નામથી ઓળખાવે છે, છતાં તે તેને પરિણામ પણ કહે છે, સમૂહ પણ કહે છે અને અવયવી પણ કહે છે. કારણ કે તેને મતે સ્કધનું બનવું એટલે તે સાપે પરિણમવું કે વિશિષ્ટ સમૂહ રૂપે ગોઠવાવું કે અવયવીભાવને પામવું એ બધું એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org