Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તીય કાંડઃ ૩૮
ર૭ રીતે તે ઉત્પન્ન થતા મકાનમાં ઈંટ આદિ અવય તિપિતાની વિશકલિત – છૂટાપણું અવસ્થા છોડતા હેવાથી અવયવ એ વિગત (નાશ પામી રહ્યું છે અને જેટલો ભાગ બન્યા હોય તેટલામાં અવયોની વિશકલિત અવસ્થા નાશ પામેલી હોવાથી તે ભાગમાં તે વિગત (નાશ પામેલું) છે; તેમ જ જે ભાગ બનવો બાકી હોય, તેમાં અવયવોનું વિશકલિતપણું જવાનું હોવાથી તે ભાગમાં તે વિગમિષ્યત (નાશ પામનાર) છે. એ જ પ્રમાણે એ મકાનમાં સૈકાલિક રિથતિ ઘટાવી શકાય. આથી ઊંડા ઊતરી વિશેષ વિચાર કરનાર એકેક ઉત્પદ્યમાન ઉત્પન્ન અને ઉત્પશ્યમાનમાં સૈકાલિક વિગમ અને તેવા પ્રત્યેક વિગમમાં સૈકાલિક સ્થિતિ પણ ઘટાવી શકે. પરંતુ એ સ્થૂલ કે સુક્ષ્મ કેઈ પણ વિચારમાં જે એક સામાન્ય બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે, ટૂંકાલિક ઉત્પાદ નાશ અને સ્થિતિ એક આધારમાં ઘટાવવા માટે કાં તે કેઈ એક દ્રવ્યપર્યાય ૧ લે અને કાં તે કઈ એક ગુણપર્યાય લે. કારણ કે કેવળ દ્રવ્ય કે કેવળ ગુણમાં એ ઘટવાને સંભવ નથી. અને જયારે કોઈ દ્રવ્યપર્યાય કે ગુણપર્યાય લઈ, એ ઉક્ત વિકલ્પ ઘટાવવામાં આવે છે, ત્યારે તે પર્યાય બીજા બધા સજાતીય વિજાતીય પર્યાયથી ભિન્નરૂપે જ ગ્રહણ થાય છે. આ વિચાર વરતુને વિશેષરૂપે ગ્રહણ કરવાના ઉપાયમાત્ર છે. [૩૬-૩૭]
વૈશેષિકઆદિસમ્મત દ્રવ્યો પાક્ની પ્રક્રિયાની ચર્ચા– दव्वंतरसंजोगाहि केचि दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति ॥३८॥
૧. અનેક પરમાણુ વગેરે સજાતીય વ્ર ઉપરથી જે કંધપર્યાય થાય છે તે, તેમ જ જીવ અને પુદગલ જેવાં વિજાતીય ટ મળવાથી જે મનુષ્યત્વ આદિ પર્ચા થાય છે, તે દ્રવ્યપર્યાય કહેવાય છે; અને દ્રવ્યમાં વર્તતા વર્ણ આદિ અગર ચેતના આદિ ગુણોનું જે હાનિ વૃદ્ધિ આદિપ પરિણમન થયા કરે છે, તે ગુણપર્યાય કહેવાય છે. આ માટે જુઓ “પ્રવચનસારને બીજો અધિકાર ગાગ ૧, અમૃતચંદ્રની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org