Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડઃ ૩પ૭ ઉત્પન્ન થઈ રહેલ દ્રવ્યને આ ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થનાર છે) તેમ જ નાશ પામેલું છે, નાશ પામી રહ્યું છે અને નાશ પામનાર છે) એ રીતે જણાવતે પુરુષ તે દ્રવ્યને ત્રિકાળના વિષયરૂપે વિશિષ્ટ બનાવે છે. [૩૭]
સતનું લક્ષણ ઉત્પાદ નાશ અને સ્થિતિ એવું કરવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર જણાવે છે કે, લક્ષણભૂત ઉત્પાદ આદિ ત્રણે અંશેનો કાળ એકબીજાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે; તેમ જ એ લક્ષણ લક્ષ્યભૂત દ્રવ્ય – સતથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. - દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ હોઈ તેનું સંપૂર્ણ સ્વરૂપ તે ઉભયમાં જ સમાય છે. પર્યાયે કેટલાક પરસ્પર વિરોધી હાઈ ક્રમવર્તી હોય છે તે કેટલાક અવિરોધી હોઈ સહવર્તી હોય છે. ક્રમવર્તી બે પર્યાને લઈ તેના ઉત્પાદ અને વિનાશના સમયને વિચાર કરીએ, તે તે સમકાલીન છે એમ કહેવું જોઈએ. કારણ કે અનંતર પૂર્વપર્યાયની અંતિમ કાલસીમા તે જ ઉત્તર પર્યાયની આદિ કાલસીમા હેય છે. પરંતુ કોઈ પણ એક પર્યાયને લઈ તેના ઉત્પાદ વિનાશના સમયને વિચાર કરીએ, તે જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે. કારણ કે, એક પર્યાયના કાળની આદિ સીમા અને અંતિમ સીમાં જુદી જુદી હોય છે. પૂર્વ પર્યાયની નિવૃત્તિ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ અમુક સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. તેથી એ રીતે જોતાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ એક જ પર્યાયને લઈ સ્થિતિને વિચાર કરીએ, તે તેના ઉત્પાદ અને વિનાશની પેઠે તેની સ્થિતિને કાળ ભિન્ન છે એમ લાગશે; અર્થાત તેને ઉત્પાદ એટલે પ્રારંભ સમય અને વિનાશ એટલે તેને નિવૃત્તિસમય અને સ્થિતિ એટલે પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યપે રહેવાને તેને બધો સમય એ
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org