Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ ચર્ચા કરી હોય એવો સંભવ છે. જે દ્રવ્ય સ્કંધલ્પ છે તેની જ ચર્ચા પ્રસ્તુત છે. પરમાણુ તે સ્કંધ જ નથી. આત્મા આકાશની પેઠે પ્રદેશને અનાદિ સ્કંધ છે ખરે, છતાં તેના ઉત્પાદ–વિનાશને જ વિચાર સાતમી ગાથામાં આવી જતું હોવાથી અહીં તેને લીધે ન હોય. તે પિતે જ પિતાની અવસ્થાને કર્યા હોવાથી તેના પર્યાયોને ઉત્પાદ વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાયોગિક જ કહી શકાય. જીવ કઈ પણ દશામાં વર્તતે કેમ ન હોય છતાં તેના પર્યાયે તેના વિર્યજનિત હાઈ પ્રાયોગિક જ છે; પછી તે વીર્ય અભિસંધિજ વીર્ય છે કે અનભિસં. ધિજ વીર્ય [૩૨-૩૪].
ઉત્પત્તિ નાશ અને સ્થિતિના કાળભેદ આદિની ચર્ચા– तिण्णि वि उप्पायाई अभिण्णकाला य भिण्णकाला य। अत्यंतरं अणत्यंतरं च दवियाहि णायव्वा ।। ३५ ।। जो आउंचणकालो सो चेव पसारियस्स वि ण जुत्तो। तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ।। ३६ ।। उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो तिकालविसयं विसेसेइ ।। ३७ ॥
ઉત્પાદ વગેરે ત્રણેને કાળ અભિન્ન પણ છે અને ભિન્ન પણ છે. તેમ જ તેમને દ્રવ્યથી ભિન્ન તેમ જ અભિન્ન જાણવા. [૩૫]
જે આકુચનકાળ છે, તે જ પ્રસરણને પણ યુક્ત નથી; વળી તે આકુંચન અને પ્રસરણના ઉત્પાદઅને વિનાશમાં કાળનું અંતર – ભેદ નથી. [૩૬]
૧. આ માટે જુઓ તત્વાર્થ ભાષ્ય વૃત્તિ પૃ૦ ૩૮૯-૩૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org