Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૯૬
- સન્મતિ પ્રકરણ ત્રણે ભિન્ન છે. ગ્રંથકાર આ બાબતને એક આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ કરે છે.
આંગળી એ એક વસ્તુ છે, તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી નથી રહી શકતી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી નથી રહી શકતી. વક્રતા અને સરળતા એક જ વસ્તુમાં એક કાળે સંભવતાં ન હોવાથી કમવત છે. આંગળીમાં વક્રતાપર્યાયના વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમભેદ નથી જ. એ બંને એક જ સમયમાં એક જ ક્રિયાનાં થતાં બે પરિણમે છે. એ જ સમયે આંગળી તો આંગળીપે સ્થિર હોય છે જ, તેથી આંગળીમ્પ એક વસ્તુમાં તે એક જ સમયે ઉત્પાદ વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે, તેથી ઊલટું તેને એક જ વક્રતા કે સરળતા પર્યાયને લઈએ, તે તેમાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિને કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયને ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી. થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશ સમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એક૫ સીધી રહેવાને ગાળે તે સરળતાપર્યાયને સ્થિતિસમય એ કાળભેદ થયે.
ઉક્ત ભિન્નકાલીન કે એકકાલીન ઉત્પાદ નાશ અને સ્થિતિ એ ત્રણે એક સત્ – ધમી દ્રવ્યના ધર્મો હેવાથી તેનાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે કે તે તેના અંશ છે, અને અભિન્ન એટલા માટે કે તે અંશ હોવા છતાં પિતાના ધમીભૂત લયમાં જ સમાઈ જાય છે, તેનાથી જુદું અસ્તિત્વ ધરાવતા નથી. કોઈ એક દ્રવ્યને ત્રિકાલવતી વસ્પ વિશેષથી અંકિત કરવું હોય – સમજવું હોય તો
આ પ્રમાણે સમજવું જોઈએ. મકાનપ એક દ્રવ્યપર્યાય લઈ વિચારીએ કે જ્યારે તે બનતું હોય છે ત્યારે એક સળંગ આખા મકાનરૂપે ઉત્પમાન (બનતું) છે; તેમાં જેટજેટલો ભાગ બન્યો હોય તેટલા ભાગરૂપે એ બનતું જ મકાન ઉત્પન્ન (બન્યું) છે; અને જે ભાગ હજી બનવાનો છે તેની અપેક્ષાએ તે મકાન ઉત્પસ્યમાન (બનનાર) છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org