Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
'પ્રથમ કાંડઃ ૩૦
- ૨૧૫ ભેદનું વિશેષ વર્ણન – जो उण समासओ च्चिय वंजणणिअओ य अत्थणिअओ य। अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।। ३० ।।
વળી તે વિભાગ સંક્ષેપમાં વ્યજનનિયત – શબ્દસાપેક્ષ અને અનિયત – શબ્દનિરપેક્ષ છે. અર્થગત વિભાગ અભિન્ન છે; અને શબ્દગત ભેદ ભાજ્ય-ભિન્ન તથા અભિન્ન છે. [૩૦]
દરેક પદાર્થ ભેદભેદ ઉભયાત્મક છે. તેમાં જ્યારે અભેદ ઉપર સૂક્ષ્મ વિચારણાથી કાલ દેશ આદિને લીધે ભેદોની કલ્પના કરવામાં આવે છે, ત્યારે તે ભેદે વિચારની સૂક્ષ્મતા પ્રમાણે ઉત્તરોત્તર વધતા જ જાય છે. અભિન્ન – સામાન્ય સ્વરૂપ ઉપર કપાયેલી એ અનંત ભેદની પરંપરામાં જેટલે સદશપરિણામપ્રવાહ કેઈ પણ એક શબ્દને વાચ્ય બની વ્યવહાર્ય થાય છે, તેટલો તે પ્રવાહ વ્યંજનપર્યાય કહેવાય છે; અને ઉક્ત ભેદની પરંપરામાં જે ભેદ અંતિમ હેવાથી અવિભાજ્ય હોય અથવા જે ભેદ અવિભાજ્ય ન છતાં અવિભાજય જે ભાસે, તે અર્થપર્યાય કહેવાય છે. દા. ત. ચેતન પદાર્થનું જીવત્વ એ સામાન્ય રૂપ છે; તેની કાલ કર્મ આદિ ઉપાધિત સંસારિત્વ, મનુષ્યત્વ, પુરુષત્વ, બાલવ આદિ અનંત ભેદેવાળી નાની મોટી અનેક પરંપરાઓ છે. તેમાં પુરુષ પુરુષ” એવી સમાન પ્રતીતિને વિષય અને એક પુરુષશબ્દનો પ્રતિપાઘ એવો જે સદશપર્યાયપ્રવાહ છે, તે વ્યંજનપર્યાય; અને એ પુરુષરૂપે સદશ પ્રવાહમાં બીજા બાલ્ય, યૌવન આદિ અગર તેથી પણ સૂક્ષ્મતમ ભેદે રહેલા છે, તે બધા અર્થપયાય.
વ્યંજનપર્યાયને અભિન્ન – ભિન્ન કહ્યો છે તેને ભાવ એ છે કે, પુરુષરૂપ પર્યાય શબ્દવા સદશ પ્રવાહની દૃષ્ટિએ એક છે છતાં તેમાં બીજા બાલ્ય આદિ અનેક નાના ભેદ ભાસતા હેવાથી તે ભેદ્ય પણ છે. એ જ રીતે બાલપર્યાય શબ્દવાચ્ય સદશપ્રવાહરૂપે એક હેવાથી અભિન્ન છતાં તેમાં તત્કાલજન્મ સ્તનધત્વ આદિ બીજા ભેદને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org