Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
દ્વિતીય કાંડ : ૩
२३७ એ બાને સમાન છે અર્થાત્ એ બને સમકાળ છે અથવા એક છે. [3]
દર્શન અને જ્ઞાનની પૂર્વોક્ત (પ્રસ્તુત કાંડની પ્રથમ ગાથામાં આવેલી) પારિભાષિક વ્યાખ્યા જોતાં તેમ જ દર્શનમાં વિશેષનું અને જ્ઞાનમાં સામાન્યનું ભાન નથી થતું એ થન જોતાં ત્રણ પ્રશ્નો થાય છે. શું દર્શન અને જ્ઞાન એ બંને એક જ ચેતનાના ભિન્ન ભિન્ન સમયભાવી વ્યાપાર છે? કે શું તે બંને એકસમયભાવી વ્યાપાર છે? કે શું તે એક જ ચેતના વ્યાપારના ગ્રાહ્ય સામાન્ય-વિશેષ-રૂપ વિષયના ભેદની અપેક્ષાથી બે જુદાં જુદાં નામો છે?
એ પ્રશ્નનો ઉત્તર આપવા ગ્રંથકાર મતભેદ વિનાની બાબત પહેલાં મૂકે છે અને પછી મતભેદવાળી બાબત પર પિતાને સિદ્ધાંત રજૂ કરે છે. • , જન શાસ્ત્રમાં પાંચ જ્ઞાને અને ચાર દશને જાણીતાં છે, તેમાંથી મનપર્યાયજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાન એ દર્શનેથી ભિન્ન સમયમાં થનાર છે અને તેથી તે દર્શન કરતાં ભિન્ન છે જ. આટલી બાબત તે નિર્વિવાદ છે. એટલે એમ ફલિત થયું કે, છાઘસ્થિક અર્થાત સાવરણ ઉપયોગમાં જ્ઞાન અને દર્શન બંને ઉપગે પરસ્પર ભિન્ન છે, એટલું જ નહિ પણ તે ભિન્ન ભિન્ન સમયવતી પણ છે. પરંતુ નિરાવરણ ઉપયોગની બાબતમાં ગ્રંથકાર ચાલુ પરંપરાથી પિતાને મતભેદ દર્શાવતાં કહે છે કે, કેવળ ઉપગની બાબતમાં એમ નથી. એમાં તે જ્ઞાન કહે કે દર્શન કહો બંનેને અર્થ તુલ્ય જ છે. આ કથનને ફલિત અર્થ એ છે કે, નિરાવરણ ચેતનનો ઉપયોગ છાઘસ્થિક ઉપગ કરતાં જુદા પ્રકારને હેય છે. તેથી તે સામાન્ય અને વિશેષ બંનેનું ગ્રહણ કરે છે; અને તેથી જ સામાન્યગ્રહણ અંશને લઈ તે દર્શન અને વિશેષગ્રહણ અંશને લઈ તે જ જ્ઞાન કહેવાય છે. આથી કેવલ્ય અવસ્થામાં
૧. જુઓ તત્વાર્થસૂત્ર અ. ૨ સૂ૦ ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org