Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડઃ ૯-૧૫
ર૫ દ્રવ્યગત ધર્મ હેત, તે તેઓ પર્યાયાસ્તિકની પેઠે ત્રીજો ગુણાસ્તિકનય પણ કહેત.
પરંતુ આગમગત સૂત્રોમાં ગૌતમ આદિ ગણધરે સમક્ષ ભગવાને તે વણુપર્યાય ગંધ પર્યાય વગેરે શબ્દો વાપરી તેમાં પણ આદિ સાથે પર્યાયશબ્દ જ લગાડેલે છે અને તે શબ્દનું નિર્વાચન કરેલું છે; કયાંયે વર્ણગુણ ગંધગુણ આદિ કહી વણું આદિ સાથે ગુણશબ્દ લગાડ્યો નથી. તેથી એ ખુલ્લું છે કે, ભગવાનની દૃષ્ટિમાં ગુણશબ્દને પ્રતિપાદ્ય અર્થ વર્ણઆદિ પર્યાયો જ છે, તેથી ભિન્ન કોઈ દ્રવ્યધર્મ નથી.
ગુણ અને પર્યાય શબ્દની નિયુકિત જોઈએ તેયે બનેને અર્થ સરખો જ નીકળે છે. કોઈ પણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદોમાં બદલાતા રહેવું તે પર્યાય, અને કઈ પણ દ્રવ્યનું અનેક રૂપમાં મુકાતા રહેવું તે ગુણ; આ રીતે પર્યાય અને ગુણ બને શબ્દને અર્થ છે કે તાત્વિક રીતે ભિન્ન નથી, છતાં ભગવાને તો પર્યાયનની દેશના કરી છે, અર્થાત્ વ ગંધ રસ આદિ બધા દ્રવ્યધર્મોને પર્યાયશબ્દથી જ વર્ણવ્યા છે, અને ગુણશબ્દથી કયાંયે વર્ણવ્યા નથી. તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણ નથી એટલું ફલિત થાય છે.
અહીં ગુણ અને પર્યાય વચ્ચે ભેદ માનનાર શંકા કરતાં એમ કહી શકે કે આગમમાં રૂપના વિષયમાં એક ગુણ કાળું, દિગુણુ કાળું, અનંતગુણ કાળું વગેરે જે વ્યવહાર છે, તેમાં ગુણશબ્દ વપરાયેલ છે તેથી એ માનવું જોઈએ કે ગુણશબ્દની દેશના પણ ભગવાને કરી છે અને તેને અર્થ પર્યાયથી ભિન્ન છે.
એનો ઉત્તર એ છે કે, તે તે સ્થાનમાં રૂપ આદિ બેધક ગુણશબ્દ વિના જ અર્થાત્ વર્ણ ગુણ ગંધગુણ રસગુણ વગેરે પ્રયોગ વિના જ જે
એક ગુણ કાળું, દિગુણ કાળું, અનંતગુણ કાળું આદિ વચનમાં ગુણશબ્દ વપરાયેલે છે, તે વર્ણઆદિ પર્યાના પરસ્પર તરતમભાવરૂપ વિશેની સંખ્યાને બેધક સિદ્ધ થાય છે; અર્થાત એક વર્ણપર્યાય કરતાં બીજા સજાતીય વપર્યાયમાં જે વૈષમ્યનું પરિણામ છે, તેને બેધક સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org