Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તીય કાંડઃ ર૯-૩૦
૨૮૭ એકતી જ બની જાય છે અને તેથી તે સમ્યગ્દષ્ટિ નથી હોતે. દાખલા તરીકે જ્ઞાન અને આચારની એક એક બાબત અહીં લઈએ.
જૈન શાસ્ત્રમાં સંસારી જીવના છ નિકા ( જાતિઓ) બતાવેલ છે અને આચારની બાબતમાં કહેલું છે કે, હિંસા એટલે વઘાત અને તે અધમનું કારણ છે. આ બન્ને વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરવામાં યથાર્થતાને લેપ થતો હોવાથી, અનેકાંતદષ્ટિ રહેતી જ નથી. જીવની છ જ જાતિઓ છે અથવા છ જાતિઓ જ છે એવું એકાંત માનતાં ચૈતન્યપે જીવતત્ત્વનું એકત્વ ભુલાઈ જવાય છે અને માત્ર ભેદ જ દૃષ્ટિમાં આવે છે. તેથી પૃથ્વીકાય આદિ છ વિભાગને એકાંતરૂપે ગ્રહણ ન કરતાં તેમાં ચેતન્યરૂપે સ્વતત્ત્વનું એકપણું ગ્રહણ કરવું એ જ યથાર્થ છે; અને એ જ રીતે આત્મા એક છે તથા અનેક છે એવાં શાસ્ત્રીય ભિન્ન ભિન્ન વાકોને સમન્વય થાય છે. તે જ પ્રમાણે જીવઘાતને એકાંત હિંસાપે સમજવામાં પણ યથાર્થતાને લેપ થાય છે; કારણ કે પ્રસંગવિશેષમાં જીવને ઘાત હિંસાપ નથી પણ બનત. કેઈ અપ્રમત્ત મુનિ સંપૂર્ણ જાગૃત રહ્યા હતાં અને સંપૂર્ણ યતના રાખવા છતાં જ્યારે જીવને નથી બચાવી શકતો, ત્યારે તેના દ્વારા થયેલો એ ઘાત હિંસાકેટિમાં નથી આવતું. તેથી કયારેક છવઘાત એ અહિંસા પણ છે. માટે જીવઘાતને એકાંત હિંસાપે કે એકાંત અહિંસાપે ગ્રહણ ન કરતાં યોગ્ય રીતે ઉભયસ્વરૂપ સમજવામાં જ અનેકાંતદષ્ટિ છે અને તે જ સમ્યગ્દષ્ટિ છે. [૨૭-૨૮].
પ્રમેયની બાબતમાં અનેકાંતદષ્ટિ લાગુ પાડવાના કેટલાક દાખલાઓ–
गइपरिगयं गई चेव केइ णियमेण दवियमिच्छंति ) तं पि य उड्ढगईयं तहा गई अन्नहा अगई ॥२६. गुणणिव्वत्तियसण्णा एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं दव्वमदव्वं तहा होइ ॥ ३० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org