Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
તૃતીય કાંડ
સામાન્ય અને વિશેષ એ બન્નેના પરસ્પર અભેદનું સમર્થન– सामण्णम्मि विसेसो विसेसपक्खे य वयणविणिवेसो । दव्वपरिणाममण्णं दाएइ तयं च णियमेइ ।।१।। एगंतणिव्विसेसं एयंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे पज्जवा हि दवियं णियत्तेइ ।। २ ॥
સામાન્યમાં વિશેષવિષયક વચનને અને વિશેષમાં સામાન્યવિષયક વચનને જે પ્રયોગ થાય છે, તે અનુક્રમે સામાન્યદ્રવ્યના પરિણામને તેનાથી ભિન્ન રૂપે દર્શાવે છે; અને તેને વિશેષને સામાન્યમાં નિયત કરે છે. [૧] - એકાંત નિવિશેષ એવા સામાન્યનું અને એકાંત વિશેષનું પ્રતિપાદન કરનાર દ્રવ્યના પર્યાયોને એનાથી ખસેડી મૂકે છે અને પર્યાથી દ્રવ્યને ખસેડી મૂકે છે. [૨] .
દરેક વ્યવહાર જ્ઞાનમૂલક છે. વ્યવહારની અબાધિતતા એ જ જ્ઞાનની યથાર્થતાને પુરાવો છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે એ નકકી કરવાનું એકમાત્ર સાધન યથાર્થ જ્ઞાન છે. આટલે સર્વસામાન્ય સિદ્ધાંત છે.
સત દ્રવ્ય આદિ કઈ પણ પર–અપર સામાન્ય વ્યવહારમાં તે વિશેષ રૂપે જ આવે છે, અને પૃથ્વી-ઘટ આદિ કોઈ પણ વિશેષ સામાન્ય રૂપે વ્યવહારાય છે જ. વળી આ વ્યવહાર બાધિત પણ નથી, તેથી પૂર્વોક્ત સર્વસામાન્ય સિદ્ધાંતને આધારે એમ માની શકાય છે કે, સામાન્ય ઉપરાંત તેને પરિણામ વિશેષ પણ છે. અને તેમ છતાં તે વિશેષ સામાન્ય સ્વરૂપથી જુદો નથી. અર્થાત સામાન્ય એ વિશેષમાં ઓતપ્રેત
Jain Education International
.
For Private & Personal Use Only
:
www.jainelibrary.org