Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
ર૭૦
સમતિ પ્રકરણ તે પે રહેશે ત્યાં સુધી કુંડલ નામે એક જ છે. કુંડલ એવા એક શબ્દથી પ્રતિપાદિત થવાને લીધે અને “આ કુંડલ” છે એવી એક પ્રકારની બુદ્ધિના વિષય થવાને લીધે બધાં કુંડલ અગર રચનાથી ભંગ સુધીના કારણનું એક જ કુંડલ એકપ છે, છતાં જ્યારે શબ્દમર્યાદા છોડી આગળ જઈએ ત્યારે તેમ નથી દેખાતું. કારણ કે કઈ પણ એક કુંડલ એના અમુક વિવક્ષિત સમયમાં પૂર્વ અને ઉત્તરવતી સમયના પરિણામથી ભિન્ન જ છે. દર સમયે પરિણામ થતું રહેતું હેવાથી પૂર્વ અને ઉત્તરવત સમયના પરિણામપ અર્થ પર્યાય કરતાં વર્તમાન સમયગત પરિણામરૂ૫ અર્થપર્યાય ભિન્ન જ છે. તેથી એક શબ્દપ્રતિપાઘત્વની દષ્ટિએ કુંડલ કુંડલ વચ્ચે અને એક જ કુલઆકારનાં પૂર્વ ઉત્તર તેમ જ વર્તમાન પરિણામે વચ્ચે ભેદ ન ભાસવા છતાં અર્થગત તાત્વિક દષ્ટિએ એ બધામાં ભેદ ભાસે જ છે. એ જ સદશ અર્થપર્યાયરૂપે નાસ્તિત્વ છે.
સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વ અને ઉત્તરકાલીન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય કરતાં વર્તમાન કુંડલ પરિણામસ્પ અર્થપર્યાય ભિન્ન છે એટલું જ નહિ પરંતુ એકસમયવતી બે કુંડલ વ્યક્તિઓમાં અમુક વિવક્ષિત કુંડલપરિણામરૂપ અર્થપર્યાય એ બીજા કુંડલ પરિણામ અર્થપર્યાયથી ભિન્ન જ છે. કારણ કે એ બન્ને કુંડલ વ્યકિતઓ સુવર્ણરૂપ સમાન દ્રવ્ય અને કુંડલરૂપ સમાન આકાર તેમજ પીતવર્ણ મૃદુસ્પર્શ આદિ સમાન ગુણધર્મોને લીધે તુલ્ય હેવા છતાં તત્ત્વતઃ ભિન્ન જ છે. કારણ કે બન્નેનું દ્રવ્ય જુદું હોઈ આકાર પણ ભિન્ન જ છે, અને પીળાશ કે મૃદુતા તુલ્ય જણાવા છતાં વસ્તુતઃ એમાં અંતર અવશ્ય હેય છે. એક જેવો જણાતો પીત વર્ણ કે મૃદુ સ્મશ અનેક વ્યકિતએમાં તરતમભાવે રહેલે હોય છે. એકની પીળાશ કરતાં બીજાની પીળાશ અને બીજા કરતાં ત્રીજાની પીળાશમાં સંખ્યાત અસંખ્યાત અનંત ગુણુ કે ભાગ પ્રમાણુ ચડા–ઊતરી હોય છે. [૫૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org