Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૪૨
સન્મતિ પ્રકરણ બનેને ક્ષય એક જ સાથે થયેલ છે, તે પ્રતિબંધકનો અભાવ બને માટે સમાન હોવા છતાં પહેલાં કેની ઉત્પત્તિ માનશે? પહેલું કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન થશે એમ કહેવાને કશું જ કારણ નથી; છતાં જે તમે ક્રમવાદી એમ કહેશો જ, તે તે તમારો પ્રતિપક્ષી એમ કાં ન કહે કે પહેલું કેવલદર્શન અને પછી કેવલજ્ઞાન પ્રગટશે? તેથી તમે આ પ્રશ્નને ખુલાસો કરે કે, બન્ને ઉપયોગનું કારણ આવરણક્ષય એક જ વખતે હોવા છતાં ઉ૫ત્તિમાં ક્રમ શાને લીધે છે?
ક્રમવાદની એ મુકેલી સહવાદમાં નથી; કારણ કે, તે બને ઉપગોની ઉત્પત્તિ એક જ ક્ષણમાં એક જ સાથે સ્વીકારે છે. છતાં સહવાદ પણ યુક્તિસંગત નથી એમ જણાવવા સિદ્ધાંતી તેને કહે છે કે, ભલે તારા પક્ષમાં ઉત્પત્તિક્રમનો દોષ ક્રમવાદની પિઠે ન હોય, તથાપિ તું જે ઉપગભેદ માને છે, તે જ બેઠું છે. ખરી રીતે કેવલદશામાં એક જ ઉપયોગ છે. [૯].
વિરોધી પક્ષ સામે સિદ્ધાંતીએ મૂકેલા દે– जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सया वि एवं अहवा सव्वं ण याणाइ ।। १० ।। परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं। ण य खीणावरणिज्जे जुज्जइ सुवियत्तमवियत्तं ।। ११ ।। अद्दिढ अण्णायं च केवली एव भासइ सया वि। एगसमयम्मि हंदी वयणवियप्पो न संभवइ ।। १२ ।। अग्णायं पासंतो अद्दिटुं च अरहा वियाणंतो। किं जाणइ किं पासइ कह सव्वण्णु त्ति वा होइ ।। १३ ।। केवलणाणमणतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणागारं ॥ १४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org