Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૫૩
દ્વિતીય કાંડઃ ૨૬ કશી અડચણ નથી આવતી. તે માટે દર્શન શબ્દની વ્યાખ્યા સિદ્ધાંતી એવી કરે છે કે અનુમાનરૂપ જ્ઞાનને છોડી જે અપ્રાપ્યકારી ચક્ષુ અને મન દ્વારા જ્ઞાન થાય છે, તે જ અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે પોતાને નહિ અડકેલા એવા ચંદ્ર સૂર્ય આદિ દૂરસ્થ પદાર્થોમાં ચક્ષુ જે જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે ચક્ષુદર્શન કહેવાય છે, અને કેઈ પણ બાહ્ય ઇદ્રયના વિષય ન બની શકે તેવા પરમાણુ વગેરે સૂક્ષ્મ તથા વ્યવધાનવાળા પદાર્થોમાં મનદ્વારા જે ચિંતનાત્મક બોધ થાય છે, તે અચક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શનમાં માત્ર મનજન્ય જ્ઞાન લેવામાં આવે છે; બીજી કઈ ઈદ્રિયથી જન્ય જ્ઞાન લેવામાં નથી આવતું. તેથી વસ્તુતઃ ફલિત એમ થાય છે કે, અપ્રાપ્યકારી ઈદ્રિયો બે છે અને તે બે ઇતિ દ્વારા થનાર જ્ઞાન જ ચક્ષુદર્શન અચક્ષુદર્શન શબ્દનાં પ્રતિપાદ્ય છે.
અલબત્ત એટલે ફેર જરૂર છે કે, અપ્રાપ્તપદાર્થવિષયક ચક્ષુજન્ય બધું જ જ્ઞાન ચક્ષુદર્શન કહેવાય છે તેમ ઈદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક બધું મનજન્ય જ્ઞાન અચ@દર્શન કહેવાતું નથી. તેથી જ અનુમાન છોડીને એમ કહ્યું છે. હેતુકારા જે ભૂત વર્તમાન કે ભવિષ્ય વિષયનાં વિવિધ અનુમાન થાય છે, જેવાં કે નદીનું નવું પૂર જેઈ ઉપરવાસ વરસાદ થયાનું કે ખાસ વાદળાં ચડેલ જોઈ તકાળમાં વરસાદ થવાનું કે ધૂમાડે જોઈ રસોડામાં આગ હોવાનું વગેરે, તે બધાં ઈદ્રિયગ્રાહ્યવિષયક મને જન્ય જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાતાં નથી. સારાંશ એ છે કે, અચક્ષુદર્શનથી મને જન્ય ભાવનાત્મક જ્ઞાન જ ફક્ત લેવું. [૨૫]
અતિપ્રસંગનું નિવારણ– मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादयो जम्हा ।। २६ ।।
ઉક્ત વ્યાખ્યા પ્રમાણે મન:પર્યાયજ્ઞાન દશન છે એમ અહીં માનવું પડશે; પરન્તુ એમ માનવું નથી. કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org