Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૬૦
સન્મતિ પ્રકરણ - સાદિ એટલે આદિવાળું અર્થાત ઉત્પન્ન થનાર; અપર્યાવસિત એટલે પર્યવસાન વિનાનું અર્થત નાશ ન પામનાર-અનંત. આ પ્રમાણે સાદિ અને અપર્યાવસિત શબ્દનો અર્થ છે, અને સૂત્રમાં કેવલજ્ઞાન કેવલદર્શન બનેને સાદિ અપર્યવસિત કહેલાં છે. એ જોઈ કે કોઈ આચાર્યો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સાદિ અપર્યાવસિતપણું ઘટાવવા એમ માને છે કે, એ બને આવરણના ક્ષય પછી ઉત્પન્ન થતાં હોવાથી સાદિ છે; પણ ફરી આવરણ આવતું ન હોવાથી અને આવરણને અભાવે તે બન્નેના ક્ષયને ફરી સંભવ ન હોવાથી તે બન્ને એક વાર ઉત્પન્ન થયા પછી કદી નાશ પામતાં જ નથી. એટલે કે કેવલજ્ઞાન કેવલદર્શન અને એક વાર ઉત્પન્ન થાય છે, પણ પછી કદી જ નાશ પામતાં નથી, એ રીતે જ તેમનું સાદિ અપર્યવસિતપણું છે.
આ અર્થ ઘટાવનારને સિદ્ધાંતી કહે છે કે, તમે તે સાદિ અપર્યાવસિત શબ્દાર્થના મેહમાં વસ્તુતત્વ જ ભૂલી જાઓ છો અને અન્યથા કલ્પના કરે છે. વસ્તુતત્ત્વ શું છે ? અને સાદિ અપર્યવસિતપણું ઘટાવવા માટે ખરી કલ્પના શી છે ? એ સાહજિક પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે –
જૈનમત પ્રમાણે જે પદાર્થ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યામક ન હોય, તે સત જ નથી. કેવલપર્યાય સતસ્પ હેવાથી તે પણ ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યાત્મક હે જ જોઈએ, એ તો વસ્તુસ્થિતિ થઈ. કેવલીમાં દેહાવસ્થા વખતે જે સંહનન પરિમાણ આદિ દેહગત વિશેષો હોય છે, તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થતાં જ દેહ સાથે નાશ પામે છે. દેહાવસ્થામાં દેહના દેખાતા વિશેષ આત્માના પણ છે, કારણ કે દેહ અને આત્મપ્રદેશ વચ્ચે ક્ષીરનીર જેવો સંબંધ હોવાથી એકના પર્યાયે તે બીજાના છે જ. આમ હોવાથી એ પર્યાયે નષ્ટ થયા એટલે તે રૂપે આત્મા પણ ન રહ્યો. અર્થાત તે પે નાશ પામે, અને આત્મા કેવલરૂપ હોવાથી કેવલ પણ નાશ જ પામ્યું. વળી તે જ આત્મા સિદ્ધ થયે એટલે સિદ્ધપર્યાય તેમાં ઉત્પન્ન થયે, તેથી તે કેવલ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org