Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
દ્વિતીય કાંડઃ ૩૭-જર
૨૬૩ આ સિવાય બન્ને વચ્ચે લક્ષણભેદ પણ છે. કેવલ આદિ પર્યાયે સાયિક આદિ ભાવવાળા હોય છે, ત્યારે જીવ પરિણામિક ભાવવાળો છે. તેથી જીવ અને તેના જ્ઞાન આદિ પર્યાયે પરસ્પર ભિન્ન જ છે, એમ માનવું જોઈએ.
આ પ્રકારના એકાંતભેદવાદને નિષેધ કરતાં ગ્રંથકાર કહે છે કે, જો કે દ્રવ્ય અને પર્યાયના એકાંતભેદવિષયક મતને નિષેધ પ્રથમ જ (દ્રવ્યલક્ષણ વખતે કાંડ ૧, ગા. ૧૨ માં) કરવામાં આવ્યો છે, છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર દષ્ટાંત આપી તે દ્વારા હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ અહીં બતાવવામાં આવે છે.
જેમ સાઠ વર્ષની ઉમ્મરને કોઈ પુરુષ ત્રીસ વર્ષે રાજા બને, ત્યારે એમ કહેવાય છે કે, આ મનુષ્ય રાજા થયે; તેમ જીવરૂપે ભવ્ય જીવ અનાદિ હોવા છતાં જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે, ત્યારે એમ કહેવાય છે કે “આ જીવ કેવલી થ'. દષ્ટાંતમાં વિવક્ષિત વ્યક્તિ મનુષ્યરૂપે પ્રથમથી જ હતી અને પછી પણ છે; તેમાં માત્ર અરાજપર્યાય ગયે છે અને રાજપર્યાય આવ્યો છે; દાર્શતિકમાં જીવ દ્રવ્ય પ્રથમથી પણ હતું અને પછી પણ છે; માત્ર અકેવલપર્યાય ગયે અને કેવલપર્યાય થયે. આ બને સ્થળે પર્યાય અને સામાન્યને પરસ્પર અભેદ હેવાથી જ પર્યાયના ઉત્પાદ અને નાશને સામાન્ય ઉત્પાદ નાશ માની એમ નિબંધ વ્યવહાર થાય છે કે, “આ માણસ અરાજા મટી રાજા થયો અને “આ જીવ છદ્મસ્થ મટી કેવલી થયો. અર્થાત સામાન્ય ધ્રુવ છતાં પૂર્વ પર્યાય રૂપે નષ્ટ અને ઉત્તર પર્યાય રૂપે ઉત્પન્ન થયું કહેવાય છે, તે જ દ્રવ્ય અને પર્યાયને અભેદ સાબિત કરે છે, માટે “દ્રવ્ય એ માત્ર દ્રવ્ય રૂપ જ ' એમ ન કહી શકાય.
જે તેમ હોય તે અનાદિઅનંત છત્ર દ્રવ્ય જીવરૂપે માત્ર એક જ છે એમ માનવું પડે; અને તેમ માનતાં આ વર્તમાન પુરુષદેહધારી જીવ પૂર્વ દેવદેહધારી જીવથી ભિન્ન છે એવો વ્યવહાર કદી પ્રામાણિક ન ઠરે. કારણ કે બન્ને અવસ્થામાં જીવ તે એક જ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org