Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
દ્વિત્તીય કાંડ : ૨૮૯
૫૫.
એક બાજુ યુક્તિથી દન અને જ્ઞાન એ અન્ને ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. કારણ કે માત્ર અવગ્રહરૂપ જ્ઞાન દર્શીન છે એવી વ્યવસ્થા પણ અડચણુથી મુક્ત નથી, અને ખીજી બાજુ છદ્મસ્થમાં મતિ અને શ્રુતને લીધે જ અપ્રતીતિ માનવામાં આવે છે. હવે જો મતિ અને શ્રત એ એમાંથી એકે ઉપયોગમાં દર્શન શબ્દના અર્થની મર્યાદા આંકવામાં ન આવે, તે વ્યવહાર જ કેવી રીતે સંગત થાય ? તેથી પાળ જે દશનની વ્યાખ્યા આપી તેના અર્થની મર્યાદા બાંધવામાં આવી છે તે માનવી જ જોઈએ. [૨]
શ્રુતજ્ઞાનદર્શન કેમ ન કહેવાય ? એ શંકાના ઉત્તર-
जं पच्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो ण होइ सयले वि सुयणा ।। २८ ।। શ્રુતજ્ઞાન દ્વારા ગૃહીત થતા પદાર્થા જે માટે પ્રત્યક્ષ ગ્રહણને પ્રાપ્ત નથી થતા, તેથી જ સઘળાય શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ લાગુ નથી થતા. [૨૮]
ઇંદ્રિયા વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય વિષયેનું અનુમાનથી જુદું જે જ્ઞાન તે દર્શન છે' એવી વ્યાખ્યા પ્રમાણે તેા શ્રુતજ્ઞાન પણુ દર્શન કરે છે, કારણ કે તેના વિષયેા કાંઈ બધા જ સ્પષ્ટ કે ઇંદ્રિયગ્રાહ્ય નથી હોતા; તો પછી મતિ શ્રુત એકેમાં દર્શનશબ્દ નહિ ઘટે એમ. તે શી રીતે કહી શકાય ? એ શંકાને જવાબ એટલો જ છે કે, શ્રુતજ્ઞાન અસ્પૃષ્ટ વિષયેાને ઋણુ કરે છે ખરું, પણ પ્રત્યક્ષરૂપે નહિ કિન્તુ પરાક્ષરૂપે; અને દન શબ્દની ઉક્ત વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ ગ્રહણુ લેવાનું છે તેથી સઘળુંય શ્રુતજ્ઞાન દર્શન શબ્દની અમર્યાદા બહાર રહે છે. [૨૮] અવધિદર્શનની વ્યવસ્થા
जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिणाणे दंसणसद्दो वि उवउत्तो ॥ २६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org