Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ પૂર્વ દષ્ટાંતનું વિશદીકરણ અને ઉપસંહાર – पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ ।
ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।। १६ ।। तम्हा चउविभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।। १७ ।।
સમસ્ત શ્રતજ્ઞાનરૂપ બુદ્ધિને વિષય શબ્દપ્રતિપાદ્ય ભાવે છે અને અવધિ તથા મન:પર્યાયને વિષય અંદરોઅંદર વિલક્ષણ એવા પદાર્થો છે. [૧૬] .
તેથી જિનોના જ્ઞાનદશનમાં ચાર જ્ઞાનની માફક વિભાગ નથી જ ઘટતો; કારણ કે તે કેવલ, સકલ, અનાવરણ, અનંત અને અક્ષય છે. [૧૭]
છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે, જે કેવલજ્ઞાન અને કેવલદર્શનને મતિ આદિની પેઠે ક્રમવતી માનવામાં આવે, તો તે અક્રમે માત્ર વિશેષગ્રાહી અને માત્ર સામાન્યગ્રાહી હાઈ અસર્વવિષયક કરે; અને જે ઉપગ અસર્વવિષયક હોય છે તો ક્ષીણઆવરણવાળામાં મતિઆદિની પેઠે સંભવી જ ન શકે.
આ કથનમાં મતિઆદિના દષ્ટાંતથી ક્રમવતી કેવલઉપયોગના અસર્વાર્થપણાની આપત્તિ સર્વજ્ઞમાં આપવામાં આવી છે. તેથી એ દષ્ટાંતમાં સર્વાર્થપણું કેવી રીતે છે એ જણાવવા ગ્રંથકાર કહે છે કે, મતિ અને શ્રતનો વિષય ફક્ત અભિલાય પદાર્થો છે; કારણ કે તે બને જ્ઞાન પરિમિતપર્યાયસહિત જ સર્વ દ્રવ્યોને જાણી શકે છે. એ જ રીતે અવધિનો વિષય ફક્ત પુદ્ગલ અને મન:પર્યાયનો વિષય ફક્ત ચિંતનપગી મને દ્રવ્ય છે, બધાં કશે નહિ. તેથી ચારે ક્રમવતી જ્ઞાનનું પરિમિતવિષયગ્રાહીપણું સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org