Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨પ૦
સન્મતિ પ્રકરણ જ્ઞાન દશનપૂવક છે, પરંતુ દશન જ્ઞાનપૂર્વક નથી; તેથી અમે યથાર્થ પણે નિશ્ચય કરીએ છીએ કે, દશન અને જ્ઞાન (કેવલમાં) ભેદ નથી (પામતાં). [૨]
કેઈ બીજે વાદી કેવલજ્ઞાન કેવલદર્શનને અભેદ માને છે, પણ તેણે અભેદ સિદ્ધ કરવા માટે જે દાખલ આપે છે, તે સિદ્ધાંતને માન્ય નથી; તેથી તેનું નિરાકરણ કરવા અહીં એકદેશીને મતનો ઉલ્લેખ સિદ્ધાંતી કરે છે.
જ નથી. તેથી તેના માટે જે ખલનને અભેદ માર
એકદેશી કહે છે કે, જેમ મતિઉપગ એક છતાં તેને પ્રાથમિક અવગ્રહ-નિર્વિકલ્પ ભાગ એ જ દર્શન છે, અને પછીને –સવિકલ્પ ભાગ એ જ જ્ઞાન છે; અર્થાત વસ્તુતઃ મહિનામક એક જ સુદીર્ઘ ઉપગવ્યાપારમાં પૂર્વવતી અસ્પષ્ટાંશ અને ઉત્તરવતી સ્પષ્ટાંશને લીધે જ દર્શન અને જ્ઞાન એવા બે શબ્દો જાય છે, તે જ પ્રમાણે અહીં કેવલની બાબતમાં સમજવું જોઈએ. અર્થાત કેવલપિગ એક છે, છતાં ભિન્ન ભિન્ન ગ્રાહ્યની અપેક્ષાએ દર્શન અને જ્ઞાન જુદા જુદા નામથી વ્યવહારાય છે.
કેવલીમાં વાસ્તવિક રીતે જ્ઞાન દર્શનને અભેદ માનવામાં ન આવે, તે એક શાસ્ત્રીય નિયમને બાધ આવે છે અને તે એ કે સર્વત્ર જ્ઞાનને દર્શન પછી જ માનવામાં આવ્યું છે. હવે જે જ્ઞાન દર્શન અને ભિન્ન હોય, તે કેવલીમાં પણ એ જ ક્રમ પ્રમાણે દર્શન પછી જ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે; પણ તેમ માની શકાય એવું નથી. કારણ કે બધી લબ્ધિઓ સાકાર ઉપગ – જ્ઞાનરૂપે જ પ્રથમ પ્રાપ્ત થતી હોવાથી, કેવલલબ્ધિને આરંભ પણ સાકારો પગથી થવાનો; અને તેમ થાય તે જ્ઞાનપૂર્વક દર્શન માનવું પડે, જે અસ્વાભાવિક છે. સ્વભાવ તો એ છે કે, કેઈ પણ જ્ઞાતા વસ્તુને સામાન્યરૂપે જ ગ્રહણ કરીને પછી વિશેષરૂપે ગ્રહણ કરે છે. [૨૧-૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org