Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૪૯
દ્વિતીચ કાંડઃ ૨૦૦૨ એક છતાં ભિન્ન કહેવાનું બીજું કારણ— चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा। परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।। २० ।।
શાસ્ત્રમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ વડે દશનના ભેદો કહેલા છે, તેથી એ કેવલ જ્ઞાન અને દશન ભિન્ન છે. [૨
યુક્તિથી કેવલપિગ એક જ છે એમ સિદ્ધ થયેલું હોવા છતાં, કેવલજ્ઞાન અને કેવલદર્શન અને ભિન્ન છે એવી માન્યતા હઢ થવાનું કારણ ફક્ત શાસ્ત્રવ્યવહાર છે. જૈન શાસ્ત્રમાં દર્શનના ચાર ભેદમાં કેવલદર્શન જુદું ગણવેલું છે; જે વસ્તુતઃ ભેદ ન હોય તે શાસ્ત્રકારોએ જ કેવલજ્ઞાન કેવલદર્શન જુદાં કેમ કહ્યાં ? એ પ્રશ્ન ઉભવે ખરે. પણ તેનું સમાધાન પહેલાં અપાઈ ગયું છે અને તે એ કે સામાન્ય અને વિશેષ એ બે ગ્રાહ્ય અંશોના ભેદની અપેક્ષાએ એક જ ગ્રાહક ઉપગમાં દર્શન અને જ્ઞાન શબ્દને ભિન્ન ભિન્ન વ્યવહાર શાસ્ત્રકારોએ કરેલ છે, નહિ કે ગ્રાહક ભેદની અપેક્ષાએ. રિ]
એકદેશીમતનું વર્ણન– दसणमोग्गहमेत्तं ‘घडो' त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।। २१ ॥ दंसणपुव्वं गाणं णाणिमित्तं तु दंसणं णत्थि। तेण सुविणिच्छियामो दंसणणाणाण. अण्णत्तं ।। २२ ।।
જેવી રીતે અવઝડમાત્ર એ દશન છે, અને “ આ ઘટ. છે એવી નિશ્ચયાત્મક વણના-મતિ તે જ્ઞાન છે, તેવી રીતે અહીં કેવલજ્ઞાન કે કેવલદશનની બાબતમાં પણ એટલે જ વિશેષ છે. [૨૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org