Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
દ્વિતીચ કાંડ : ૯ વસ્તુસ્વભાવને લીધે અનાવૃત સૂર્ય એકસાથે તાપ અને પ્રકાશ પ્રકટાવે છે, તેમ નિરાવરણ ચેતના એક જ સાથે જ્ઞાન-દર્શન શા માટે ન પ્રવર્તાવે? ૨, સમગ્ર જ્ઞાનાવરણ કર્મોને ક્ષય કરેલ હોવા છતાં જેમ કેવલીમાં મતિ શ્રત આદિ જ્ઞાન કેવલજ્ઞાનથી જુદાં નથી સંભવતાં, તેમ દર્શનાવરણ કર્મને ક્ષય થયેલ હોવા છતાં કેવલીમાં જ્ઞાનથી જુદા સમયમાં દર્શન ન જ હેવું ઘટે. અને ૩. આગમમાં કેવલજ્ઞાન, કેવલદશન બનેને સાદિ અનંત કહ્યાં છે અને ક્રમવાદ પ્રમાણે તે તે સાદિ સાંત કરે છે, કેમ કે, ક્રમવાદમાં કેવલદર્શન વખતે કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન વખતે કેવલદર્શનને અભાવ જ હોય છે. તેથી તેમને મતે એ આગમવિધ સ્પષ્ટ છે. એ આગમ આ પ્રમાણે છે––
“વાળો પુછા ” “જયના! તાતા પાર્વાસણ” |
प्रज्ञाप० ५० १८, सू० २४१, पृ० ३८९ । પ્રશ્ન – હે ભગવન્! કેવલજ્ઞાની કેવલજ્ઞાની એ પ્રમાણે કાલથી ક્યાંથી ક્યાં સુધી કહેવાય ? ”
ઉત્તર–હે ગૌતમ ! કેવલજ્ઞાની કાલથી સાદિ અને અપર્યાવસિત – અવિનાશી છે.”
વિરોધી પક્ષને પ્રશ્ન કરી સિદ્ધાંતને ઉપન્યાસ – दसणणाणावरणक्खए संमाणम्मि कस्स पुव्वअरं। होज्ज समं उप्पाओ हंदि दुए त्थिा उवओगा ।। ६ ।।
દશન અને જ્ઞાનના આવરણને ક્ષય તુલ્ય છતાં બેમાંથી પહેલાં કેની ઉત્પત્તિ થશે? એમ કઈ પૂછે, તે જવાબ એ જ આપવું પડશે કે બન્નેની સાથે ઉત્પત્તિ થશે; તે તેઓએ પણ જાણવું જ જોઈએ કે બે ઉપગે નથી જ. [૯]
એક પગવાદી સિદ્ધાંતી, સહવાદીની દલીલથી ક્રમવાદીને પરાસ્તા કરવા પ્રશ્ન કરે છે કે, જે કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org