Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૪૦
સન્મતિ પ્રકરણ सुत्तम्मि चेव साई अपज्जवसियं ति केवलं वुत्तं । . सुत्तासायणभीरूहि तं च दट्टब्वयं होइ।। ७ ।। संतम्मि केबल दसणम्मि णाणस्स संभवो णत्थि । - केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाइं ॥ ८ ।।
કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થનાર કેવલજ્ઞાન જેવી રીતે હોવું ઘટે છે, તેવી રીતે પોતાના આવરણના ક્ષય પછી કેિવલદશન પણ હોવું ઘટે છે. [૧]
કહે છે કે ક્ષીણઆવરણવાળા કેવલીમાં જેમ મતિજ્ઞાન નથી સંભવતું, તેમ ક્ષીણઆવરણવાળામાં કાળભેદથી દર્શન નથી. [૬]
કેવલ એ સાદિ અનંત છે એમ સૂત્રમાં જ કહ્યું છે. સૂત્રની આશાતનાથી બીનારાએ તે સૂત્ર પણ વિચારવું જોઈએ. [૭] - કેવલશન હોય ત્યારે જ્ઞાનને સંભવ નથી, તેમ જ કેવલજ્ઞાન વખતે દશનને પણ સંભવ નથી, તેથી એ બને અંતવાળાં કરે છે. [૮] '
' | મુખ્યપણે યુક્તિબળને અવલંબતો એક બીજો સહવાદી પક્ષ હતો તેને જ ગ્રંથકાર અહીં ક્રમપક્ષની સામે સમાચક તરીકે મૂકી તેની પાસે ક્રમવાદ વિરુદ્ધ કહેવડાવે છે. સહવાદી અહીં ક્રમવાદી સામે ત્રણ દલીલે મૂકે છે, તે આ પ્રમાણે
૧. જે કારણે અમુક ક્ષણમાં કેવલજ્ઞાન છે તે જ કારણે તે જ ક્ષણમાં કેવલદર્શન હોવું જ જોઈએ. કેવલજ્ઞાન હેવાનું કારણ જે તેના આવરણને ક્ષય છે, તે આવરણક્ષય સમાન હોવાથી તે જ ક્ષણમાં કેવલદર્શન શા માટે ન હોય? ખરી વાત તો એ છે કે, જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org