Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
- પ્રથમ કાંડ : ૪૦
રર૧ શકાય. એક દ્રવ્યાર્થિક દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને નિરૂપણ કરવું હોય તે નિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. એ જ રીતે પર્યાયાર્થિક દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. અને બન્ને દષ્ટિને ક્રમથી સાથે લઈને તેમ જ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. • ઉપરના ભંગોમાં જોઈ શકાય છે કે નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એ ત્રણ મુખ્ય છે; બાકીનાં વાક્યો તે પરસ્પર ઊલટા સુલટા મિશ્રણથી થયેલાં છે. તિથી મૂલભૂત ત્રણ ભાગનું સ્વરૂપ સમજાતાં બાકીના બધા ભંગેનું સ્વરૂપ સમજાઈ જાય છે. પહેલે ભંગ આત્મા નિત્યરૂપ હેવાનું વિધાન કરે છે અને બીજે તેથી ઊલટું એટલે તે રૂપે ન હોવાનું પણ વિધાન કરે છે. આ બન્ને વિધાનો વાસ્તવિક તે જ કહી શકાય કે જે તે બાધિત ન હોય. તસ્વરૂપે આત્માનું શાશ્વતપણું પૂર્વાપરના અનુસંધાનથી સિદ્ધ છે અને અવસ્થાભેદથી અશાશ્વતપણું પણ અનુભવસિદ્ધ છે; એટલે જે તસ્વરૂપે અનિત્યપણું અને અવસ્થાભેદરૂપે નિત્યપણું માનવામાં આવે, તો જ એ ભગો અવાસ્તવિક ઠરે. એક જ
આત્માના વિષયમાં નિત્ય હવા અને ન હોવાનાં બન્ને વિધાનો પરસ્પર વિધી છતાં અસંદિગ્ધ છે; કારણ કે તે દષ્ટિભેદસાપેક્ષ હાઈ ખરી રીતે અવિરેધી જ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ દરેક ભંગ સાથે શરૂઆતમાં “અપેક્ષાવિશેષ” અને અંતમાં “જ” શબ્દ વપરાય છે. તેથી એકંદર પહેલા ભંગની વાક્યરચના “આત્મા અપેક્ષાવિશેષે નિત્ય જ છે' એવી બને છે. એ જ પ્રમાણે આગળના ભંગમાં પણ જોડવું. સંસ્કૃતમાં “કથંચિત” શબ્દ અથવા “રયાત” શબ્દ વાપરી
ચંfજ નિત્ય ' અથવા સ્થાન્નિત્ય જીવ' એમ બોલવામાં આવે છે. જુદી જુદી અપેક્ષા વડે વિચાર કરતાં જે જે સ્વરૂપ સિદ્ધ થતું હોય તે સ્વરૂપ એગ્ય શબ્દથી જણાવી શકાય; પણ એ બધી અપેક્ષાઓવડે એક સાથે અને અમે વિચાર કરી સ્વરૂપ જણાવવું હોય, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org