Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ ૫૪
૨૩. સાપેક્ષ દષ્ટિ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જણાવતી હોવાથી પૂર્ણ અને યથાર્થ છે. એવી દષ્ટિમાંથી જે વિચારે અગર વાક્ય ફલિત થાય છે, તે જ જૈન દેશના છે. જેમ કે, આત્માના નિત્યની બાબતમાં તે અપેક્ષાવિશેષે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; મૂર્તવ્યની બાબતમાં તે કથંચિત મૂર્ત છે અને કર્થચિત અમૂર્ત છે; શુદ્ધત્વની બાબતમાં તે . કથંચિત શુદ્ધ અને કથંચિત અશુદ્ધ છે; પરિણામની બાબતમાં તે કથંચિત
વ્યાપક અને કથંચિત અવ્યાપક છે; સંખ્યાની બાબતમાં તે કથંચિત એક અને કથંચિત અનેક છે, વગેરે અનેક મુદ્દાઓ પરત્વેનાં વા અને વિચારે. ' આવા સમવયસૂચક વિચારે અને વાક્યો જે પ્રમાણમૂલક હોય, તે જ જૈન દેશનામાં સ્થાન પામે છે; માત્ર ભિન્ન ભિન્ન મતના સંગ્રહની પ્રમાણુવિધ ઉદારતાને લીધે નહિ. તેથી એકાંતિક અગર સમન્વયસૂચક દેખાતાં પણ વાક્યો પ્રમાણબાધિત હોવાથી જેન દૃષ્ટિની અવજ્ઞા જ કરે છે. જેમકે “આત્મા નિત્ય જ છે” એવો અગર આત્મા અનિત્ય જ છે” એ એકાંતિક વિચાર તેમ જ “આત્મા સ્વભાવે મૂર્ત છે અને પરભાવે અમૂર્ત છે; સ્વાભાવિક રીતે તે અશુદ્ધ છે, પરંતુ પાધિક રીતે તે શુદ્ધ પણ સંભવે છે વગેરે ખોટી અપેક્ષાવાળા સમન્વયાભાસી વિચારે. [૫૩] '
, '' જેન દૃષ્ટિની દેશનામાં અપવાદને પણ સ્થાન છે તેનું કથન – पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं। પરિશ્મા નિમિત્તે રાષ્ટ્રી સો વિસાં વા ૪૪ .
અભિજ્ઞ વકતા પુરુષસમૂહને આશ્રી બેમાંથી હરકોઈ એક નયની દેશના કરે; કારણ કે તે વક્તા શ્રોતાની બુદ્ધિને સસ્કારી બનાવવા માટે વિશેષ પણ બતાવશે. [૫૪]
જૈન દષ્ટિ પ્રમાણે અનેકાંતબેધક વાક્યો બેલવાં જોઈએ એ ખરું; છતાં ઘણી વાર શ્રોતાઓને અધિકાર જોઈ એક નયાશ્રિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org