Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રથમ કાંડ : ૭ :
રર૦ જેમ પુરુષ ભિનાભિન્ન હોય તે જ તેના ઉક્ત બાહ્ય અને આંતરિક બધા ભાવોની સંગતિ થઈ શકે, તેવી રીતે જીવતત્વને ભિન્નભિન્ન માનવાથી જ તેનામાં બંધ અને મેક્ષ ઘટાવી શકાય; તેમ જ તેનામાં દેખાતી દુઃખ-પરિહારની અને સુખપ્રાપ્તિની ઇચ્છી તથા પ્રવૃત્તિ પણ ઘટાવી શકાય. તેથી મનુષ્યની પેઠે આત્મતત્ત્વ પણ એકાંત ભિન્ન કે એકાંત અભિન્ન ન હતાં ભિન્નભિન્ન ઉભયરૂપ છે. [૪૪-૪૬] - જીવ અને પુદ્ગલના કથંચિત ભેદભેદનું સમર્થન –
अण्णोण्णाणुगयाणं 'इमं व तं ब' त्ति विभयणमजुत्तं । । जह दुद्ध-पाणियाणं जावंत विसेसपज्जाया ।। ४७ ॥ . रूआइ पज्जवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि। ते अण्णोण्णाणुगया. पण्णवणिज्जा भवत्थम्मि ॥४८॥
દૂધ અને પાણીની જેમ અંદરોઅંદર ઓતપ્રોત થયેલ પદાર્થમાં “આ” અને “તું” એ વિભાગ કરો એગ્ય નથી. જેટલા વિશેષ ધર્યા હોય તેટલો અવિભાગ સમજે. [૭] - શરીરમાં જે રૂપ વગેરે પર્યા છે અને જે પર્યાય વિશુદ્ધ જીવનમાં છે, તે અંદરોઅંદર મળેલ સ્વરૂપે જ સંસારી જીવમાં વર્ણવવા. [૪૮]
* “આત્મવ્યમાં બંધ મોક્ષનો અધિકાર અને સુખપ્રાપ્તિ તથા દુઃખયાગનો પ્રયત્ન ઘટાવવા માટે પુરુષના દાખલાથી ભેદભેદ – ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સાધવામાં આવ્યા છે પણ એ દાખલે , બરાબર નથી. કારણ કે દાષ્ટાંતિક એક જ આત્મદ્રવ્યમાં ભેદભેદ સિદ્ધ કરવાને છે; તેથી દષ્ટાંત પણ ભેદભેદના નિશ્ચયવાળું કોઈ એક જ તત્ત્વ હોવું જોઈએ. ત્યારે અહીં ઊલટું છે. પુરુષ એટલે માત્ર દેહ કે માત્ર તગત જીવ એમ નહિ, પણ એ તો જીવ અને દેહ ઉભયરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org