Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૩૦
સમતિ પ્રકરણ એને ત્રિવિધ પણ કેમ કહી શકાય કાં તે એ વીર્ય આત્મરૂપે હોઈ એક કહેવાય અને કાં તે શક્તિરૂપ અનંત કહેવાય; પણ ત્રિવિધ તે કેમ કહેવાય? * પરતુ આત્મા અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અભેદ માનવાથી 'ઉપરના પ્રશ્નગત વિરોધને અવકાશ જ નથી રહેતો. માનસિક વાચિક
અને કાયિક દ્રવ્ય અનેક હોવા છતાં અને તજાતિ ક્રિયાઓ અનેક હોવા છતાં પણ એક આત્મતત્વ સાથે સંબદ્ધ હોવાથી તે દ્રવ્યો અને ક્રિયાને પણું એક દં' અને એક ક્રિયા કહ્યાં છે, તે ઘટે છે જ. એ જ પ્રમાણે મન વચન અને શરીરરૂપ ત્રિવિધ પુદ્ગલાત્મક કરણ – સાધનના સંબંધને લીધે આત્મવીયને પણ ત્રિવિધ ગરૂપે કહેવામાં કશે બાધ નથી. [૪૯].
અમુક તત્વ બાહ્ય છે અને અમુક આત્યંતર છે એવા વિભાગ ' વિષે ખુલાસો -
ण य बाहिरओ.भावो अब्भंतरओ य अस्थि समयम्मि।
વિર્ય પુખ પદુષ્ય હો મંતરવિસરો ૫૦ | "
સિદ્ધાંતમાં બાહ્ય અને આંત્ર્યતર ભાવ એ ભેદ નથી, પરંતુ નેઈદ્રિય-મનને આશ્રીને આત્યંતરપણને વિશેષ છે. [૫૦]
સુખ દુખ આદિને અનુભવ કરનાર કોઈ તત્વ આંતરિક જ છે; અને રૂપ આદિ ગુણ ધારણ કરનાર પુદ્ગલ બાહ્ય જ કહેવાય છે. હવે જે પ્રથમ કહ્યા પ્રમાણે આત્મા અને પુદ્ગલને પરસ્પર પ્રવેશ માનવામાં આવે તે, પુદ્ગલ એ જીવમાંના પ્રવેશને લીધે આભ્યતંર કહેવાવું જોઈએ અને જીવ એ પુદ્ગલમાંના પ્રવેશને લીધે બાહ્ય કહેવાવો જોઈએ. અને જો એમ થાય, તે જે બાહ્ય આવ્યેતરપણાની વ્યવસ્થા છે, તે જન શાસ્ત્રમાં શી રીતે ઘટશે, એવી શંકાને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org