Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૨૮
સન્મતિ પ્રકરણ : બાલ્ય, યૌવન, વાર્ધકય આદિ જુદી જુદી અવસ્થાએ જે પુરુષમાં ભેદ, દર્શાવવા લેવામાં આવે છે, તે તે દેહગત હોવાથી દેહને ભેદ દર્શાવી, શકે; અને ભૂત દોષનું સ્મરણ અથવા ભાવિ ગુણની. સ્પૃહા વગેરે જે ભાવો પુરુષમાં અભેદ દર્શાવવા લેવામાં આવે છે, તે તે માત્ર જીવના ધર્મો હોઈ તેને જ અભેદ દર્શાવી શકે. એટલે પુરુષદષ્ટાંતમાં જે ભેદ કહ્યું, તે તે તેના દેહમાં છે, અને અભેદ કહ્યો, તે એ દેહગત જીવમાં છે. પણ કેઈ પુરુષનામક એક તત્વમાં ભેદભેદ નથી. તે પછી એ દાખલો લઈ આત્મદ્રવ્યમાં ભેદભેદ શી રીતે સાબિત કરી શકાય ? ” એવી શંકાનો જવાબ આપવા ગ્રંથકાર કહે છે કે, જીવ અને દેહ દૂધ-પાણીની પડે એકબીજામાં એવા ઓતપ્રેત છે અને એકબીજાના પ્રભાવથી એવા બદ્ધ છે કે, તે બન્નેને “આ દેહ અને પેલો જીવ’ એવો દેશકૃત ભાગ પાડી છૂટા પાડી શકાય તેમ જ નથી. એટલું જ નહિ પણ જે બાલ્ય યૌવન આદિ અવસ્થાઓ અને વર્ણ ગંધ આદિ ગુણોને દેહધર્મ તરીકે લેવામાં આવે છે, તે માત્ર દેહને જ ધર્મ છે અને તે ધર્મો ઉપર જીવની કશી જ અસર નથી, એમ ન કહી શકાય. તે જ રીતે જે જ્ઞાન, સ્મરણ, સુખ, દુઃખ આદિ ભાવને જીવના પર્યાય તરીકે લેવામાં આવે છે, તે પર્યાય માત્ર જીવના છે અને તેમાં દેહની કશી જ અસર નથી એમ પણ ન કહી શકાય. ખરી રીતે સંસારી જીવમાં જે શરીરગત કે આત્મગત પર્યાયે અનુભવાય છે, તે બધા કર્મ પુદ્ગલ અને જીવ ઉભયના સંગનું પરિણામ હોવાથી માત્ર એકએકના ન માનતાં ઉભયના જ માનવા જોઈએ. તેથી કહેવાતા દેહગત પર્યાયે પુગલ ઉપરાંત જીવના પણ છે; અને કહેવાતા છવગત પર્યાયે જીવના હવા ઉપરાંત દેહને પણ છે. આમ હવાથી, બાલ્ય યૌવન આદિ ભાવો દેહની પેઠે તગત જીવમાં પણ ભેદ દશાવે છે; અને ભૂતસ્મરણ અદિ ભાવો જીવ ઉપરાંત તેના આશ્રય શરીરમાં પણ અભેદ દર્શાવે છે. તેથી જીવ અને દેહ ઉભયરૂપ પુરુષમાં ભેદભેદ છે એમ માનવામાં કશી અડચણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org