Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
, ૨૨૫
પ્રથમ કાંડઃ જ પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ કેળવાય છે ત્યારે તેને પિતાની બાલ અવસ્થાની ભૂલે યાદ આવે છે અને તેથી તે શરમાય છે; એ જ રીતે તેને વિવેક તેને ભાવિ સુખ મેળવવા માટે ગુણ કેળવવા પ્રેરે છે. આ રીતે જુવાનીમાં ભૂતકાળના દેવસ્મરણથી થતી ગ્લાનિ અને ભાવિ સુખની આશામાંથી ઉત્પન્ન થતી ગુણચિ એ બને જુવાનીમાં વર્તમાન પુરુષને ભૂત અને ભવિષ્ય સાથે સંબંધ જોડે છે; કારણ કે જે તે પહેલાં ન હોય અને તેણે ભૂલ ન કરી હોત તો આજે શાને શરમાય ? અને જે તે ભાવિમાં રહેવાનો ન જ હોય તે કોના સુખ માટે અત્યારે તે સાધન મેળવવા ઈછે? તેથી પુરુષ એ ધ્રુવ જ છે.
એ રીતે પ્રથમ દેશના ભેદસ્પશી હોવાથી માત્ર ઉપરના બાલ્ય યૌવન આદિ ભાવોને જુદા જુદા સત્ય માને છે, અને બીજી દેશના અભેદસ્પર્શી હોવાથી અંદરના વૈકાલિક ધ્રુવ અંશને સત્ય માને છે. આ બન્ને દેશના પિતપિતાના પ્રદેશમાં સમર્થ હોવા છતાં જુદી જુદી હોય તે અધૂરી જ છે. તેથી તે નિરપેક્ષ હોય તો જૈન પ્રરૂપણામાં સ્થાન નથી પામતી. [૪૨-૪૩]
ખરી રીતે પુરુષ કેવા સ્વરૂપવાળે છે તેનું કથન અને તે દ્વારા જીવના સ્વરૂપને નિશ્ચય – ... य होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण।
ण.वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ॥४४॥ जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ अहिगयस्स । बालाइभावदिट्ठविगयस्स जह तस्स संबंधो ।। ४५। तेहिं अतीताणांगैयदोसगुणदुगुंछणऽब्भुवगमेहि । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ।। ४६ ।।
જુવાનીમાં વતતે પુરુષ એ બાળ જ નથી અર્થાત ભિન્ન છે, તેમ જ તે માત્ર ભિન્ન નથી, કારણ કે ભિન્ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org