Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૨૪
સન્મતિ પ્રકરણ ... जह दवियमप्पियं तं तहेव अत्थि त्ति पज्जवणयस्स। ण य ससमयपन्नवणा पज्जवणयमेत्तपडिपुण्णां ।। ४२ ॥
જે દ્રવ્ય જે પ્રકારે અપિત–ઉપસ્થિત હોય, તે દ્રવ્ય તેમ જ છે એમ પર્યાયાર્થિક નયની દેશના છે. પણ દ્રવ્યનિરપેક્ષ અર્થાત્ માત્ર પર્યાય નયમાં પૂર્ણતા પામતી એ દેશના તે સ્વસમયની પ્રરૂપણ નથી. [૪]
કેવલ દ્રવ્યાર્થિક નયની દેશનાનું જે વક્તવ્ય છે, તેનું યુક્તિ વડે કથન –
पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।। ४३ ॥
જુવાનીની અવસ્થાને પ્રાપ્ત થયેલો પુરુષ જેવી રીતે બાલપણની ચેષ્ટા વડે શરમાય છે, તેવી જ રીતે ભાવિ સુખ મેળવવા માટે ગુણોની અભિલાષા કરે છે. [૩]
પર્યાયાર્થિક નય ઇન્દ્રિયગોચર પ્રત્યક્ષ રૂપને જ સ્વીકાર્ત હોવાથી તેની દષ્ટિએ ત્રણે કાળમાં સ્થાયી એવું કઈ તત્ત્વ નથી. એ ફક્ત વર્તમાન કાળમાં દેખાતાં સ્વરૂપને જ માનતે હેવાથી, તેની દૃષ્ટિમાં અતીત અને અનાગતના સંબંધ વિનાની ફક્ત વર્તમાન વસ્તુ સત્ય છે; તેને મતે દર ક્ષણે વસ્તુ જુદી જુદી છે. તેથી ઊલટું દ્રવ્યાર્થિક નય ત્રણે કાળમાં સ્થાયી એવા એક ધ્રુવ તત્ત્વને જ જુએ છે, તેથી તેની દૃષ્ટિમાં સૈકાલિક ભેદો જેવી કાંઈ વસ્તુ જ નથી.
દ્રવ્યાર્થિક નય એક સૈકાલિક સ્થાયી તત્વને સિદ્ધ કરવા યુક્તિ આપીને કહે છે કે, જ્યારે કઈ પુરુષ જુવાન થાય છે અને ગુણદોષની
૧. ગાગ ૨ અને ૩ ને ભાવાર્થ અહીં ભેગે આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org