Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ માટે જે તે શબ્દ ન મળે અને તેથી તે દૃષ્ટિએ “અવક્તવ્ય જ છે” એમ કહેવું પ્રાપ્ત થાય છે. આજ જ ત્રીજો ભંગ છે અને તે પિતાની દષ્ટિએ વાસ્તવિક જ છે.
મનુષ્ય વિષે સાત ભંગ નીચે પ્રમાણે બને – અપેક્ષાવિશેષ મનુષ્ય જ છે, અમનુષ્ય જ છે, અવક્તવ્ય જ છે, મનુષ્ય તથા અમનુષ્ય જ છે, મનુષ્ય તથા અવક્તવ્ય જ છે, અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે અને મનુષ્ય અમનુષ્ય તથા અવકતવ્ય જ છે.
મનુષ્યપણું એટલે અમુક ચોક્કસ આકાર અને ગુણધર્મનું હોવું અને બીજા આકાર તથા ગુણધર્મનું ન હોવું. તેથી જ ફલિત થાય છે કે મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિ; તેમ જ સ્વરૂપ અને પરરૂપથી તેનું અક્રમે – એક સાથે નિરૂપણ કરવું હોય, તે તેને અવક્તવ્ય જ કહેવું પડે. આ રીતે મનુષ્ય, મનુષ્ય અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગ થતાં જ બાકીના પણ ભંગ બની જાય છે. [૩૬-૪૦
અર્થ પર્યાય અને વ્યંજનપર્યાયમાં સાત અંગેની વહેચણ– एवं सत्तवियप्पो वयणपहो होइ अस्थपज्जाए।
वंजणपज्जाए उण सवियप्पो णिन्वियप्पो य ॥४१॥ ' એ રીતે સાતે પ્રકારને વચનમાગ અથ પર્યાયમાં હોય છે અને વ્યંજનપર્યાયમાં તે સવિકલ્પ તથા નિવિકલ્પ વચનામાગ હોય છે. [૧] - પર્યાય એટલે ભેદ યા વિશેષ. ભેદ હોય એટલે તે દેશ, કાળ યા સ્વરૂપથી પરિમિત હોય જ; અને જે પરિમિત હોય, તે અમુક સ્વરૂપ ધારણ કરવા છતાં બીજા સ્વરૂપોથી શુન્ય જ હોય. એ રીતે ભેદમાં અમુક સ્વરૂપે અસ્તિત્વ અને બીજા સ્વરૂપે નાસ્તિત્વ સિદ્ધ થાય છે. એ જ અસ્તિત્વ અને નારિતત્વને લીધે કયારેક તે અસ્તિ તો ક્યારેક તે નાસ્તિ શબ્દથી વ્યવહારાય છે; અને તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org