Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨૧૭
પ્રથમ કાંડઃ ૨૮ દઢ કરવા કેટલાક પ્રચલિત વાદ લઈ અહીં વિચાર કરવામાં આવ્યો છે.
કાર્યકારણભાવને જે દાર્શનિક સિદ્ધાંત છે, તેમાં સાંખ્ય આદિ કેટલાક વાદીઓ કાર્યને સત માને છે. કારણ કે તેઓ પરિણામવાદી હેઈ કહે છે કે, “કારણ પિતે જ કાર્યરૂપ પરિણામ પામે છે. વૈશેષિક આદિ કેટલાક વાદીઓ કાર્યને અસત કહે છે. કારણ કે તેઓ આરંભવાદી હેવાથી અવયવ દ્વારા અવયવીરૂપ કાયરને આરંભ થાય છે એમ માને છે. વળી કેટલાક અતવાદીઓ માત્ર એક દ્રવ્ય સ્વીકારતા હોવાથી, કાર્યો અને કારણ જેવું કાંઈ નથી જ એમ માને છે. પરિણામવાદ પ્રમાણે દહીં એ દૂધને પરિણામમાત્ર છે અને તેથી તે બનેમાં ભેદ જ નથી. અવયવી કાર્યવાદ પ્રમાણે કપડું એ સૂત્રસમૂહ ઉપરથી બનેલું એક કાર્ય છે અને તેથી તે કારણથી ભિન્ન જ છે. અદ્વૈતવાદ પ્રમાણે કાય કે કારણની કલ્પના પેટી છે; બધું માત્ર કાવ્યરૂપ જ છે. આ ત્રણે વાદે લઈ ગ્રંથકાર કહે છે કે, એ વાદે પિતપોતાના પક્ષનું એકાંતપણે સમર્થન કરતા હોય અને બીજો પક્ષ મિશ્યા છે એમ કહેતા હોય, તે એ ત્રણે વાદો સાપેક્ષ પ્રતિપાદન ન કરતા હોવાથી મિથ્યા જ છે.
- સાપેક્ષ પ્રતિપાદન એટલે પિતાના પક્ષનું એવી રીતે પ્રતિપાદન કરવું કે જેથી બીજા પક્ષની મર્યાદાને ભંગ ન થાય અને પિતાના પક્ષની મર્યાદા પણ સચવાય. [૨૭]
અનેકાંત મર્યાદા અને તેની વ્યવસ્થા કેમ કરે તેનું કથન – णिययवयणिज्जसच्चा सवनया परवियालणे मोहा। ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। २८ ।।
૧બધા નો પિતપોતાના વક્તવ્યમાં સાચા છે અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખાટા છે; અનેકાંતશાસ્ત્રને ૧. સરખાવો વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૨૨૭૨.
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org