Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪. મૂળ અને ટીકાથને પરિચય
૧૬૩ સાંખ્ય, યોગ અને પૂર્વમીમાંસક દર્શનના સાહિત્યમાં અનેકાંતદૃષ્ટિસૂચક કઈ ખાસ શબ્દ નથી, છતાં તેમાં અનેકાંતદષ્ટિગામી વિચારે બહુ છે અને તે સુસ્પષ્ટ છે. સાંખ્યોગને પરિણામવાદ અને પૂર્વમીમાંસકને ઉપાદ – ભંગ – સ્થિતિવાદ૧૪ કે જેઓ ૧૫ઉપનિષદની ક્ષરાક્ષરભાવનામાંથી ઉદય પામ્યા છે, તે બન્ને જન અનેકાંતદષ્ટિ કરતાં જરાયે જુદા પડતા નથી. અલબત્ત એમના વિષયપ્રદેશમાં અને ખેડાણમાં અંતર છે. તે અંતર એ છે કે, સાંખ્યયુગનો પરિણામવાદ ચેતન – જીવતત્ત્વને સ્પર્શ ન કરતાં માત્ર અચેતન – પ્રકૃતિને જ સ્પર્શ પ્રવર્તે છે, તેમજ પૂર્વમીમાંસકો ઉત્પાદ – ભંગ – સ્થિતિવાદ ચેતનને સ્પર્શ કરતો હોય તેમ જણાતું નથી, ત્યારે જન અનેકાંતવાદ ચેતન, અચેતન બધાં જ તને સ્પર્શીને પ્રવર્તે છે. ખેડાણુની બાબતમાં તે ભારે મોટો તફાવત છે. સાંખ્ય, યોગ કે પૂર્વમીમાંસક દર્શનના સાહિત્યમાં પ્રમેયની ચર્ચા પ્રસંગે પરિણામવાદ કે ઉત્પાદ– ભંગ – સ્થિતિવાદનું નિરૂપણ આવે છે તે ઉપરાંત એ વાદ વિષે વધારે સમજૂતી આપનારા કેઈ નાના કે મોટા સ્વતંત્ર ગ્રંથે નથી; ત્યારે જેને દર્શનના સાહિત્યમાં તેથી ઊલટું છે. એમાં તે અનેકાંતદષ્ટિનું સ્થાપન કરવા, તેના ઉપરના આક્ષેપ દૂર કરવા, તેની બારીકીઓ અને વિશેષ તાઓ સમાવવા તેમજ તેમાંથી ફલિત થતા બીજા વાદોને ચર્ચા સેંકડો નાના મોટા ગ્રંથે અને પ્રકરણે લખાયેલાં છે. એ ખેડાણુની સ્વાભાવિક અસર બીજ જનેતર દર્શને ઉપર અતિ સ્પષ્ટપણે થયેલી છે. આની ખાતરી શ્રીભાષ્ય, અણુભાષ્ય આદિ વૈદિક ગ્રંથ જેવાથી થઈ શકશે.
(a) સબંધી વિષય મૂળ અને ટીકાના મુખ્ય વિષય અનેકાંતને લગતી ત્રણ બાબતોને પાછળ વિચાર કર્યો. એ જ મુખ્ય વિષયના સમર્થન માટે ગ્રંથકારે
૧૬૪. જુઓ મીમાંસાશ્લોકવાર્તિક પૂ. ૬૧૯, ૧૬૫. શ્વેતાશ્વતર ઉ૦ ૧૮. ભગવદ્ગીતા અ૦ ૮ શ્લોક ૪, ૧૫, ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org