Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સનમતિ પ્રકરણ આગળના કાંડની ટીકામાં પણ એમણે કર્યું છે. ક્યાંક ક્યાંક તો એમણે પિતાના શ્વેતાંબરીયત્વઅભિનિવેશને વશ થઈ દિગંબર સંપ્રદાય સાથેની મતભેદવાળી આચાર પરત્વેની બાબતોના પણ લાંબા લાંબા વાદો ગઠવ્યા છે. જેનદર્શનનું પ્રામાણ્ય, પુરુષપ્રણીત અને તે પણ સર્વજ્ઞપુરુષપ્રણત આગમને માનવા ઉપર અવલંબેલું છે. આ પ્રામાણ્યને મીમાંસકને મુખ્ય ચાર વાદો આડે આવે છે: અપરુષેયવાદ, તેમાંથી ફલિત થતો સ્વત:પ્રામાણ્યવાદ અને શબ્દનિત્યત્વવાદ, તેમ જ સર્વજ્ઞત્વના અસંભવને વાદ. આ ચાર વાદોનું નિરસન કરી, ટીકાકારે જનદર્શનનું પ્રામાણ્ય સિદ્ધ કરવા બહુ જ લાંબી અને બહુશ્રુતત્વવાળી શાંતિરક્ષિતને “તત્ત્વસંગ્રહને અનુસરતી જ ચર્ચા કરી છે. જેનદર્શન જગતને ભ્રષ્ટા તરીકે કોઈ વ્યક્તિવિશેષને નથી સ્વીકારતું, વળી તે આત્માને દેહપ્રમાણ માને છે અને મુક્ત અવસ્થામાં સુખાનુભવ પણ સ્વીકારે છે; તેથી આ મંતવ્યને બાધક થતા નિયાયિકવૈશેષિકના ઈશ્વરકર્તવવાદ, આત્મવ્યાપકતાવાદ, અને મુક્ત અવસ્થામાં સુખાભાવવાદનું સવિસ્તર નિરસન કરી, છેવટે જૈન મંતવ્ય દર્શાવ્યું છે. પહેલી ગાથાની ટીકામાં મુખ્યપણે ગોઠવેલા ઉક્ત વાદોમાં વચ્ચે પ્રસંગ લઈ ટીકાકારે બીજા પણ જૈનદર્શનના વિરોધી વાદનું ખંડન કરી, તે તે બાબતમાં જનદર્શન શું માને છે એ સ્પષ્ટ કર્યું છે. બીજી ગાથાની ટીકામાં તેમણે મુખ્યપણે શબ્દ, અર્થ અને તે બેના સંબંધની મીમાંસા અતિ વિસ્તારથી કરી છે; આમ કરતાં તેમણે શબ્દ, તેના અર્થ અને તેના સંબંધના સ્વરૂપ વિષે જેટજેટલા મતમતાંતરો પ્રચલિત હતા, અને જે પિતાની જાણમાં આવ્યા, તે બધાને પરસ્પર નિરાસ કરી છેવટે એ બાબતમાં જૈનદર્શનને શું માન્ય છે એ દર્શાવ્યું છે. ત્રીજી ગાથાની ટીકામાં તેમણે શુદ્ધ કવ્યાસ્તિકનયરૂપે બ્રહ્માદ્વૈતવાદ, તથા અશુદ્ધ દ્રવ્યાસ્તિકનયરૂપે સાંખ્યસંમત પ્રકૃતિપુરષદૈતવાદ ચચી, પર્યાયાસ્તિક નય દ્વારા એ બન્ને વાદોનું નિરસન કરી, છેવટે દ્રવ્યાસ્તિક પર્યાયાસ્તિક ઉભયનું પ્રામાણ્ય સ્થાપ્યું છે. પાંચમી ગાથાની વ્યાખ્યામાં તેમણે પર્યાયાસ્તિકના ભેદ તરીકે ઋજુસૂત્ર આદિ ચાર નાનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org