Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ વિશેષ બેધને લીધે પ્રવર્તે છે. આ બંને પ્રકારના બે જનશાસ્ત્રમાં અનુક્રમે દર્શન અને જ્ઞાનના નામથી ઓળખાય છે. અનેકાંતના સ્વરૂપનું વર્ણન કરતાં સિદ્ધસેને બીજા કાંડમાં અનેકાંતની અંગભૂત દર્શનજ્ઞાનમીમાંસા હાથ ધરી છે. એ આખાય કાંડમાં તેઓ એ જ મીમાંસા કરે છે. આ મીમાંસામાં પણ સિદ્ધસેને પિતાનું વિશિષ્ટ અદ્ભુત રીતે દાખવ્યું છે. દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી થાય એ મત પ્રથમથી જ આગમપરંપરામાં પ્રસિદ્ધ હત; એ બન્નેની ઉત્પત્તિ સાથે જ થાય છે એ મત પણ પ્રથમથી ચાલ્યો આવતો. આ બને તેની સામે સિદ્ધસેને પિતાને દર્શનજ્ઞાનને અભેદવાદ મૂકયો. એ વાદની સ્થાપના એમણે પ્રસ્તુત બીજા કાંડમાં કરી છે; એ સ્થાપના તર્કબળ ઉપર અવલંબિત છે, છતાં લોકોમાં શાસ્ત્રાધાર બતાવવાની જામેલી પ્રતિષ્ઠાના બળે સિદ્ધસેનને પિતાને વાદ શાસ્ત્રવાક્યોમાંથી સિદ્ધ કરવાની ફરજ પાડી છે, તેથી જ તેઓ પિતાના વાદનું સમર્થન કરતાં પૂર્વાપર શાસ્ત્રવિરોધ ન આવે તે માટે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા પિતાની - ઢબે નવેસર કરે છે અને દર્શનશાનને ક્રમવાદ તેમ જ સહવાદનું બહુ
જ માર્મિક રીતે ખંડન કરે છે. દર્શનજ્ઞાનનો અભેદવાદ જ પ્રસ્તુત કાંડને મુખ્ય વિષય છે; છતાં તેમાં સિદ્ધસેને પ્રસંગે શ્રદ્ધા અને જ્ઞાનના અકયવિષયક પિતાને મત પણ જણાવી દીધો છે. દર્શન અને જ્ઞાન તેમજ શ્રદ્ધા અને જ્ઞાનનો અભેદ એ જ પ્રસ્તુત કાંડગત સિદ્ધસેનની મીમાંસાની વિશેષતા છે. જો કે ચૂર્ણિને આધારે નંદીસૂત્રની ટીકા કરનાર યાકિનીસૂ નું હરિભદ્ર, નવાંગીવૃત્તિકાર અભયદેવ અને તેમના અનુગામી મલયગિરિ દર્શનજ્ઞાનવિષયક સહવાદ સિદ્ધસેન અને અભેદવાદ વૃદ્ધાચાર્યને વર્ણવે છે; છતાં સન્મતિના ટીકાકાર અભયદેવ તે સિદ્ધસેનને જ અમેદવાદના પુરસ્કર્તા તરીકે જણાવે છે. આ બાબતમાં હરિભદ્ર અને મલયગિરિ કરતાં અભયદેવનું જ કથન વધારે વાજબી માનવાનાં ત્રણ કારણે છે:-(૧) ક્રમવાદ અને સહવાદના નિરસન પછી છેવટ સુધી અમેદવાદનું સમર્થન, (૨) અભયદેવ સન્મતિના ટીકાકાર હોઈ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org